For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Race: વડાપ્રધાનની રેસમાં અડવાણીનું નામ ઉછળ્યું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

advani-rajnath
નવી દિલ્હી, 6 એપ્રિલ: આગામી લોકસભાની ચુંટણીમાં ભાજપમાં વડાપ્રધાનના પદ માટે નરેન્દ્ર મોદીની ઉમેદવારી સાથે હવે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ ફરી ઉછળ્યું છે.

શનિવારે અશોક રોડ સ્થિત પાર્ટીના મુખ્યાલયમાં પાર્ટીના સ્થાપના દિવસ પર આયોજીત એક કાર્યક્રમ સમારોહમાં દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ વિજય ગોયલે કહ્યું હતું કે 2014માં લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે. પ્રદેશ અધ્યક્ષ વિજય ગોયલે જે સમયે આ વાત કહી હતી તે સમયે મંચ પર લાલકૃષ્ણ અડવાણી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ હાજર હતા.

જો કે થોડીવાર બાદ વિજય ગોયલે પોતાના નિવદનને ફેરવી તોળતાં વડાપ્રધાનની પસંદગીનો અધિકાર તેમને નથી. પરંતુ વિજય ગોયલે ઉછાળેલા આ મુદ્દા પર રાજનાથ સિંહ અને લાલકૃષ્ણ અડવાણીએ કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી ન હતી.

સમારોહને સંબોધિત કરતાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે ભાજપની સ્થાપના આજના દિવસે 1980માં થઇ હતી, પરંતુ આ પક્ષની રાજકીયા યાત્રા જનસંઘથી 1951માં શરૂ થઇ હતી. તેમને કહ્યું હતું કે ભાજપ સાંસ્કૃતિક આંદોલનનો એક ભાગ છે. આ પાર્ટી અન્ય પક્ષો કરતાં અલગ છે. લાલકૃષ્ણ અડવાણીએ એમપણ કહ્યું હતું કે ભાજપે જેવું હોવું જોઇએ તે હાલમાં નથી.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
Vijay Goel said the BJP would win the next Lok Sabha elections under LK Advani's leadership, the latter emphasised in his address that "today's BJP is different from my idea of the party".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X