For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી CAA પર ભાજપનુ જનજાગરણ અભિયાન, જેપી નડ્ડા ગુજરાતથી કરશે શરૂઆત

ભાજપે હવે CAA માટે 2020ની શરૂઆતથી જ એક અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે. આજથી ભાજપનુ જનજાગરણ અભિયાન થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં નાગરિકતા સુધારા કાયદા (CAA)નો વિરોધ હજુ પણ ચાલુ છે. જ્યાં કેરળ વિધાનસભામાં આ કાયદા સામે પ્રસ્તાવ પાસ થઈ ચૂક્યો છે. ત્યાં બીજી તરફ બિન ભાજપ સરકારો આને પોતાના રાજ્યમાં લાગૂ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી ચૂકી છે. જો કે ભાજપે હવે આ માટે 2020ની શરૂઆતથી જ એક અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે.

જે પી નડ્ડા કરશે શરૂઆત

જે પી નડ્ડા કરશે શરૂઆત

આજથી ભાજપનુ જનજાગરણ અભિયાન થઈ રહ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના વડોદરા સ્થિત સ્વામી નારાયણ મંદિર ગ્રાઉન્ડમાં જનજાગરણ અભિયાનમાં સાંજે 6 વાગે ભાગ લેશે. CAA અંગે ભાજપનુ આ અભિયાન 20 દિવસ સુધી ચાલશે જે હેઠળ પાર્ટી ઘરે ઘરે જઈને લોકોને નાગરિકતા સુધારા કાયદા પર વાત કરશે.

દેશભરમાં એક હજાર રેલીઓનુ આયોજન

દેશભરમાં એક હજાર રેલીઓનુ આયોજન

મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપે લોકો વચ્ચે જઈને આ કાયદા સાથે જોડાયેલી બધી શંકાઓ દૂર કરવાની તૈયારી કરી લીધી છે. જે હેઠળ દેશભરમાં એક હજાર રેલીઓનુ આયોજન થશે. 250 પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવશે. દરેક જિલ્લામાં રેલીઓ અને બુદ્ધિજીવી સંમેલન આયોજિત થશે. પંચાયત અને વૉર્ડ સ્તરે બેઠક પણ થશે. પાર્ટીના નેતા લોકો વચ્ચે જઈને કાયદા પર વાત કરશે અને તેમના સવાલોના જવાબ આપશે.

આ પણ વાંચોઃ નેપાળના અર્જૂન થાપા અને પૂણેના સંદીપ નૌશેરા એનકાઉન્ટરમાં થયા શહીદઆ પણ વાંચોઃ નેપાળના અર્જૂન થાપા અને પૂણેના સંદીપ નૌશેરા એનકાઉન્ટરમાં થયા શહીદ

અમિત શાહની રણનીતિ

અમિત શાહની રણનીતિ

માનવામાં આવી રહ્યુ છે કે અભિયાન પાછળ ભાજપ અધ્યક્ષ અમિત શાહની રણનીતિ કામ કરી રહી છે. તેમણે બુધવારે સાંજે જ પાર્ટી કાર્યાલયમાં જે પી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષ સાથે બેઠક કરી હતી. જેમાં પાર્ટી તરફથી નાગરિકતા સુધારા કાયદા પર ચલાવવામાં આવી રહેલ કાર્યક્રમો પર વાત થઈ. માહિતી મુજબ પાર્ટી વરિષ્ઠ નેતાઓ ઉપરાંત જાણીતી હસ્તીઓને પણ અભિયાનનો ચહેરો બનાવશે. તમને જણાવી દઈએ કે CAA માટે ઉત્તર પ્રદેશ, અસમ અને દિલ્લી સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે.

English summary
bjp will start jan jagran abhiyan on citizenship amendment act from today by jp nadda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X