ભાજપા માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે: રાહુલ
બુંદેલખંડ, 24 ઓક્ટોબર: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે બુંદેલખંડ પહોંચ્યા છે અને બીજેપી પર તેમણે જોરદાર પ્રહારો કર્યા છે. રાહુલે જણાવ્યું કે ઇન્ડિયા શાઇનિંગની રાજનીતિના કારણે યુવાન મહિલાઓ અને ખેડૂત ખુશ નથી. તેમણે જણાવ્યું કે એસીમાં બેસીને રાજનીતિ ના થઇ શકે, ભાજપા માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે. કોંગ્રેસ જ સામાન્ય વ્યક્તિ અને તેની તકલીફોની વાત કરે છે.
રાહુલે જણાવ્યું કે કોંગ્રેસે ગરીબો માટે નજેવા દરમાં ખાધ્યાન્ન પૂરા પાડવાની પહેલ ઝડપી બનાવી તો બીજેપીએ તેનો વિરોધ કર્યો અને જણાવ્યું કે આના માટે આટલી મોટી ધનરાશિ ક્યાંથી લાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે જ્યારે ગરીબોને ભોજન આપવાની વાત આવી તો ભાજપાના લોકોને રૂપિયાની યાદ આવવા માંડી. અને જ્યારે બુંદેલકંડના વિકાસ માટે ધનરાશિ મોકલવામાં આવે છે તો તેનો સદઉપયોગ નથી કરવામાં આવતો.

રાહુલે જણાવ્યું કે બુંદેલખંડમાં અંચલમાં વર્ષ 2008માં ભયાનક દૂકાળ પડ્યો હતો, પરંતુ રાજ્યસરકારોએ આ વિસ્તાર માટે કઇ કર્યું નથી. કોંગ્રેસ ઉપાધ્યક્ષે બુંદેલખંડ પેકેજનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ અંતર્ગત અંચલ માટે ખૂબ જ ધનરાશિ કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવી હતી. પરંતુ તેનો સદુપયોગ ના થઇ શક્યો. ગરીબોના હિતો અને અધિકારોની વાત કોંગ્રેસ જ કરે છે જ્યારે ભાજપા માત્ર દેખાડો કરે છે.












Click it and Unblock the Notifications
