For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે સુષ્મા-જેટલી વિરુદ્ધ જેઠમલાણીએ લખ્યો પત્ર

By Super
|
Google Oneindia Gujarati News

ram jethmalani
નવીદિલ્હી, 24 નવેમ્બર: ભાજપ નેતા રામ જેઠમલાણીએ ફરી એક વખત પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરીને પત્ર લખ્યો છે. પત્રમાં એ વાત કહી છે કે ભાજપે સીબીઆઇ ડિરેક્ટરની નિયુક્તિનો વિરોધ કરીને ખોટું કર્યું છે. રામ જેઠમલાણી આ પહેલાં ભ્રષ્ટાચારના આરોપસર ગડકરીના રાજીનામાની માંગ કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે કાલે જ લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભાના વિપક્ષી નેતા અરૂણ જેટલીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને નવા સીબીઆઇ ચીફની નિયુક્તિ રોકવાના માંગ કરી હતી. બન્ને વરિષ્ઠ નેતાઓનો તર્ક હતો કે લોકપાલની નિયુક્તિનો મામલો સંસદમાં વિચારાધીન છે જેમાં સીબીઆઇ ચીફની નિયુક્તિની પ્રક્રિયા બદલવાનો પણ પ્રાવધાન છે. તેવામાં નવા ચીફની નિયુક્તિ નવી પ્રક્રિયાથી હોવી જોઇએ.

બીજી તરફ સરકારનું કહેવું હતું કે લોકપાલ બિલનું પાસ થવું અને કાયદો બનાવવામાં સમય લાગી શકે છે, જ્યારે વર્તમાન સીબીઆઇ ચીફ 30 નવેમ્બરે સેવાનિવૃત્તિ લઇ રહ્યાં છે. તેવામાં આ મહત્વપૂર્ણ પદના બિલની રાહમાં તેને ખાલી છોડી શકાય નહીં.

હવે સાંસદ રામ જેઠમલાણીએ ગડકરીને પત્ર લખીને ખુલ્લેઆમ પાર્ટીના વલણનો વિરોધ કરતા તેને ખોટો ઠેરવ્યો છે. જેઠમલાણીનો આ પત્ર એ માટે પણ ખાસ છે કારણ કે આ ગડકરી નહીં પરંતુ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી જેવા નેતાઓના વલણનો ખુલ્લેઆમ વિરોધ કરે છે.

English summary
Bharatiya Janata Party Rajya Sabha member and Ram Jethmalani on Saturday questioned his party's objection over the appointment of the new CBI director.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X