For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળાનાણા મુદ્દે સરકારના વલણથી જેઠમલાણી નારાજ, પીએમને લખ્યો 'ડાઇંગ ડિક્લેરેશન' પત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ઓક્ટોબર: કાળાનાણા મુદ્દે ગઇકાલે નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં કાળા ધનવાનોના નામ જણાવવાની મનાઇ કરી દિધી. સરકારે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંધિ છે એટલા માટે નામ ન જણાવી શકીએ. તેનાથી નારાજ થઇને અરજીકર્તા રામ જેઠમલાણીએ કોર્ટમાં સરકારના આ વલણનો આકરો વિરોધ કર્યો.

રામ જેઠમલાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે તે સરકારના વલણથી નારાજ છે. સરકારે તે કર્યું છે જે ગુનેગાર કરે છે. વડાપ્રધાનને રામ જેઠમલાણીએ કહ્યું કે તે પત્રને ડાઇંગ ડિક્લેરેશન ગણે.

અરજીકર્તા અને જાણીતા વકીલ રામ જેઠમલાણીએ કહ્યું કે આ નરેન્દ્ર મોદી સરકારના માધ્યમથી વિદેશોમાં કાળુનાણું જમા કરનારાઓને બચાવવાનો પ્રયત્ન છે. રામ જેઠમલાણીએ કહ્યું કે કોર્ટમાં સરકારે જે પ્રકારે તર્ક આપ્યો છે એવા તર્ક ફક્ત તે ધૂર્ત આપી શકે છે જે ગેરકાયદેસર રીતે પોતાના પૈસા વિદેશોમાં જમા કરાવી રાખ્યા હશે. એક લોકતાંત્રિક સરકાર આવા તર્ક ક્યારેય આપી ન શકે. સુપ્રીમ કોર્ટ હવે સરકારના આ સોગંધનામા પર 28 ઓક્ટોબરના રોજ સુનાવણી કરશે.

ram-jethmalani

તમને જણાવી દઇએ કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી અને તેણે કોર્ટમાં આ પ્રકારનો તર્ક આપ્યો હતો તો ભાજપે મનમોહન સરકાર પર જોરદાર પ્રહાર કર્ય હતા. હવે ભાજપ સત્તામાં છે તો કોંગ્રેસ તેમના પર પ્રહાર કરી રહી છે.

સૌથી ખાસ વાત એ છે કે ચૂંટણી મુહિમ દરમિયાન નરેન્દ્ર મોદી દાવો કરતા હતા કે જો તેમને સત્તા મળી તો તે ગમે તેવી સ્થિતીમાં વિદેશમાં જમા કાળુનાણું પરત લઇને આવશે.

English summary
Senior lawyer and petitioner Ram Jethmalani on Friday accused the Narendra Modi government of shielding the corporates accused of laundering black money abroad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X