કાળિયાર શિકાર કેસ : સ્ટાર્સ પર શિકાર કરવા ઉશ્કેરવાનો આરોપ

બોલીવુડ સ્ટાર્સ પર આરોપ છે કે 1998માં તેમણે ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ સમયે જોધપુર પાસે આવેલા ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 47 વર્ષીય સલમાન ખાન ઘોડા ફાર્મમાં 26-27 સપ્ટેમ્બર, 1998ના રોજ એક ચિંકારા અને 28-29 સપ્ટેમ્બર 1998ના રોજ એક બ્લેક બકના શિકારના આરોપસર અનુક્રમે એક વર્ષ અને પાંચ વર્ષની સજા થયેલી છે.
બ્લેક બગને નામશેષ થતા પ્રાણીઓમાં ગણવામાં આવે છે. તેને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે સલમાન ખાન આજે કોર્ટમાં હાજર રહેશે નહીં. સલમાન ખાન સિવાયના સ્ટાર્સ જોધપુર પહોંચી ગયા છે. આ મુદ્દે સલમાન ખાનના વકીલ તરફથી મેડિકલ રિપોર્ટ કોર્ટમાં આપવામાં આવશે. રિપોર્ટમાં કારણ દર્શાવવામાં આવશે કે તે સારવાર માટે અમેરિકા છે અને ડોક્ટરોએ તેને લાંબી મુસાફરી કરવાની મનાઇ ફરમાવી હોવાથી તે કોર્ટમાં હાજર નથી થઇ શક્યો.
નોંધનીય છે કે રાજસ્થાન હાઇકોર્ટે ડિસેમ્બર 2012માં સ્ટાર્સ સામેના આરોપોમાં સુધારા કર્યા હતા. ખાન અને અન્ય સ્ટાર્સ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 51 હેઠલ ઓરોપો ઘડવામાં આવ્યા હતા. તેમની સામે લોકલ આરોપી દુષ્યંત સિંહને પણ સામેલ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
