''ટાઇગર મેમણે સમય પહેલાં કરાવ્યા હતા બ્લાસ્ટ''

મહારાષ્ટ્રની એટીએસના પ્રમુખ તથા 1993ના મુંબઇ હુમલાની તપાસ કરી રહેલા રાકેશ મારિયાએ કહ્યું હતું કે શરૂઆતી યોજના મુજબ હુમલાઓ શિવા જયંતી એટલે કે મરાઠા યોદ્ધા શિવાજીની જયંતીના અવસરે કરવાના હતા. મુંબઇ બ્લાસ્ટ વખતે ડીસીપી તરીકે ફરજ બજાવતાં રાકેશ મારિયાએ મુંબઇ બ્લાસ્ટનો કોયડો ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાકેશ મારિયાએ કહ્યું હતું કે મુંબઇ, કલકત્તા, ચેન્નઇ અને દેશના અન્ય ભાગોમાં માર્ચ 1993માં નહી પરંતુ એપ્રિલ 1993માં બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા.પરંતુ ટાઇગર મેમણે તારીખો બદલીને માર્ચ મહિનાની તારીખ નક્કી કરી લીધી અને બ્લાસ્ટ ફક્ત મુંબઇમાં જ કરવામાં આવ્યાં.












Click it and Unblock the Notifications
