For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંધુરક્ષક અકસ્માત: 3 નૌસૈનિકોની લાશ મળી આવી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 ઓગષ્ટ: તાજેતરમાં દુર્ધટનાગ્રસ્ત થયેલી ભારતીય નૌસેનાની પનડુબ્બી આઇએનએસ સિંધુરક્ષકમાંથી ત્રણ નૌસૈનિકોની લાશ મળી આવી છે. વિસ્ફોટ થયા બાદ ડૂબેલી આ પનડુબ્બીથી મરજીવાઓએ શુક્રવારે આ લાશ પ્રાપ્ત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે 'આપણા મરજીવાઓએ પનડુબ્બીમાંથી ત્રણ લાશ કબજે કરી છે પરંતુ હજુ સુધી તેમની ઓળખવિધી કરી શકાઇ નથી.' નૌસેનાએ કાલે આ પનડુબ્બીમાં ફસાયેલા નાવિકોમાંથી ત્રણ અધિકારીઓના નામ બતાયા હતા. પનડુબ્બીમાં ફસાયેલા બધા નાવિકોના મોત નિપજ્યાં હોવાની આશંકા છે.

નૌસેનાએ પનડુબ્બીમાં ફસાયેલા ત્રણ અધિકારીઓ લેફ્ટિનન્ટ કમાન્ડર નિખિલ પાલ, આલોક કુમાર અને આર વેંકિટરાજના નામ બતાવ્યા હતા. આ ઉપરાંત પનડુબ્બીમાં ફસાયેલા વધેલા નાવિકોના નામ સંજીવ કુમાર, કે સી ઉપાધ્યાય, તિમાથી સિન્હા, કેવલ સિંહ, સુનીલ કુમાર દસારી પ્રસાદ, લીજૂ લોરેંસ, રાજેશ ટૂટિકા, અમિત કે સિંહ, અતુલ શર્મા, વિકાસ ઇ નરોત્તમ દેઉરી, મલય હલદાર, વિષ્ણુ વી અને સીતારામ બદાપલ્લી બતાવવામાં આવ્યા છે.

sindhurakshak

અત્રે ઉલ્લેખનીય છે કે ગત બુધવારે રાત્રે મુંબઇના ખોળામાં ઉભેલી પનડુબ્બી આઇએનએસ સિંધુરક્ષમાં ભીષણ વિસ્ફોટ થયો હ્તો અને તે ડૂબી ગઇ હતી. આ નૌસેનાને એક મોટો આધાત પહોંચ્યો હતો. નૌસેનાના મરજીવા બુધવારે મોડી રાત્રે જ પનડુબ્બીમાં પહોંચી ગયા હતા, પરંતુ તે ફસાયેલા 18 લોકોને શોધવામાં તેમને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી.

પનડુબ્બીમાં ઓછા અજવાળાના કારણે કંઇ દેખાતું ન હતું અને તે પાણીથી ભરાઇ ગઇ હતી. તેની અંદરના બધા ઉપકરણો તેની જગ્યાએ હટી ગયા હતા અને તેમાં પહોંચ બનાવવી મુશ્કેલ હતી. નૌસેના આ પનડુબ્બીને નિકાળવાના કામમાં એક ડચ કંપનીની મદદ લેવાનું વિચારી રહી હતી.

English summary
Bodies of 3 sailors have been found on board submarine INS Sindhurakshak that has sunk in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X