નૂડલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 6 લોકોના મોત, 12 ઘાયલ

બિહારના મુઝફ્ફરપુરમાં એક નૂડલ ફેક્ટરીમાં મોટો અકસ્માત થયો છે. જેમાં છ મજૂરોના મોતના સમાચાર છે. જ્યારે 12 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મુઝફ્ફરપુર : બિહારના મુઝફ્ફરપુરમાં એક નૂડલ ફેક્ટરીમાં મોટો અકસ્માત થયો છે. જેમાં છ મજૂરોના મોતના સમાચાર છે. જ્યારે 12 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના મુઝફ્ફરપુર જિલ્લાના બેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ 2માં આવેલી એક ખાનગી ફેક્ટરીની છે. મળતી માહિતી મુજબ રવિવારના રોજ સવારે મજૂરો રાબેતા મુજબ કંપનીની અંદર કામ કરી રહ્યા હતા, તે દરમિયાન બોઈલર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યું હતું.

બિહાર અકસ્માત

નૂડલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં બાજુમાં આવેલા ચૂડા અને લોટના કારખાનાને પણ નુકસાન થયું હતું. તેની અંદર કામ કરતા બે લોકો પણ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા SSP જયંતકાંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, તેનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માત એટલો ભયાનક છે કે, મૃતદેહોની ઓળખ થઈ રહી નથી. કેટલાક મૃતદેહોના માત્ર હાથ મળી રહ્યા છે અને કેટલાકને માત્ર પગ મળી રહ્યા છે. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

ફેક્ટરીની આસપાસ હાજર લોકોએ જણાવ્યું કે, બ્લાસ્ટને કારણે એવું લાગ્યું કે, જાણે ધરતી પણ હલી રહી હતી. લોકોને પહેલા લગ્યું ધરતીકંપ આવ્યો છે, લોકો ઘરની બહાર આવી ગયા હતા. આઈજી સહિત ડીએમ અને એસએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ બચાવ કામગીરી કરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે ઘાયલોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X