ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
 • search

અનુયાયીએ 'અમ્મા'ને પાડ્યા ઉઘાડા, આશ્રમમાં થતુ હતું યૌન શોષણ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  તિરૂઅનંતપુરમ, 20 ફેબ્રુઆરી: આદ્યાત્મિકની આડમાં કાળી કરતૂતો કરનાર આસારામ બાપુનો મુદ્દો હજુ શાંત થયો નથી કે વધુ એક આદ્યાત્મિક નેતા વિવાદોમાં સપડાઇ ગયા છે. જી હાં આદ્યાત્મિક નેતાનું નામ માતા અમૃતાનંદમાયી ઉર્ફે અમ્મા છે. અમ્માની એક ખાસ અંગતે પોતાના પુસ્તકમાં આશ્રમમાં થનાર યૌન શોષણની આખી કહાણી જણાવી છે. જો કે આ કહાણીમાં કેટલી સચ્ચાઇ છે તે તપાસ વિષય છે પરંતુ માતા અમૃતાનંદમાયીના આશ્રમ પર ઉછાળેલ કિચડથી વિવાદ અને બબાલ શરૂ થઇ ગઇ છે.

  મળતી માહિતી અનુસાર અમ્માના અંગત જી ટ્રેડવેન ઉર્ફે ગાયત્રીના પુસ્તક 'હોલી હેલ, અ મેમોયર ઓફ ફેથ. ડિવોશન એન્ડ પ્યોર મેડનેસ' તાજેતરમાં જ પ્રકાશિત થઇ છે. ગાયત્રીએ આ પુસ્તકમાં દાવો કર્યો છે કે આશ્રમમાં રહેનાર વરિષ્ઠ લોકોના શારીરિક સંબંધ હતા. આશ્રમના પ્રતિનિધિ સુદીપ કુમારે આ વાતની પુષ્ટિ કરી છે કે ગાયત્રી બે દાયકા સુધી માં અમૃતાનંદમાયી સાથે જોડાયેલી હતી. 1999માં તેમણે આશ્ર છોડી દિધો હતો. જો કે કુમારે પુસ્તકના માધ્યમથી લગાવવામાં આરોપોને નિરાધાર ગણાવ્યા છે.

  book-on-mata-amritanandamayi

  બકૌલ સુદીપ કુમાર, અમ્મા પર જે આરોપ લગ્યા છે તે હેરાન કરી દેનાર અને સામાન્ય તર્કને પડકાર ફેંકનાર છે. ઓસ્ટ્ર્લિયા મૂળની ટ્રેડવેલ ઉર્ફે ગાયત્રીએ 19 વર્ષની ઉંમરમાં માં અમૃતાનંદમયીના પર્સનલ અટેંડેંટના રૂપમાં આશ્રમ જોઇન કર્યો હતો. આશ્રમમાં રહેવા દરમિયાન ગાયત્રીએ જોયું કે કેરળના એક ફિશિંગ ગામને રહેનાર મહિલા ખૂબ મોટી આદ્યાત્મિક નેતા બની ગઇ. જેના દુનિયાભરમાં અનુયાયી છે. તેમનું ટ્રસ્ટ સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં સંસ્થાઓનું નેટવર્ક ચલાવે છે.

  ગાયત્રીનું કહેવું છે કે અમ્માની પર્સનલ અટેંડેંટના રૂપમાં કામ કરતાં તે ઇશ્વરને જાણવા માંગતી હતી. તેણે વિચાર્યું હતું કે તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. બકૌલ ગાયત્રી શરૂઆતના દિવસોમાં તેણે ભુલાવ્યા નથી. તેને આદ્યાત્મિક અનુભવ થયા. ગાયત્રીનો આરોપ છે કે અમ્માની માસૂમિયત અને પવિત્રતાનો દેખાડો કરવા માટે વિશ્વસ્ત લોકોની એવી ટીમ હતી જે તેમના ગંદા કામ કરતી હતી. તેમાં તે પણ સામેલ હતી.

  ગાયત્રીના અનુસાર આશ્રમમાં રહેનાર એક વ્યક્તિએ તેનું યૌન શોષણ કર્યું હતું. વારંવાર યૌન શોષણ થવાથી તેનો વિશ્વાસ ખતમ થઇ ગયો. પોતાના જીવનમાં ગાયત્રીએ આશ્રમમાં સભ્યો વચ્ચે થનાર કથિત સ્વછંદ સંભોગ વિશે જણાવવામાં આવે છે. ગાયત્રીનું કહેવું છે કે જ્યારે હવે આશ્રમના કેટલાક લોકો અમ્માના પરિવારની સંપત્તિને લઇને કંઇ બોલે તો તેમનું વિશ્વસ્ત પ્રતિનિધિ બાલૂ કહે છે કે સંપત્તિ અમ્માના પિતાના માછલી પાનલન બિઝનેસ સાથે જોડાયેલી છે.

  English summary
  A book written by a former disciple of Mata Amritanandamayi, has raised some serious allegations against the ‘Hugging Saint’ and functioning of her Ashram.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more