For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના નિવેદનથી ઉલટો ભાજપની બુકલેટમાં એનઆરસીનો દાવો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે તેમની સરકારે હજુ સુધી એનઆરસી પર ચર્ચા પણ કરી નથી. પરંતુ પીએમ મોદીના દાવાથી ઉલટુ બંગાળી ભાષમાં ભાજપની બુકલેટ કંઈક બીજો જ દાવો કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષ સતત સરકાર પર આ કાયદા માટે હુમલો કરી રહ્યુ છે. વિપક્ષ આરોપ લગાવી રહ્યુ છે કે નાગરિકતા સુધારા કાયદાને જ્યારે એનઆરસી સાથે જોડીને જોવામાં આવશે ત્યારે એ ઘાતક સાબિત થઈ શકે છે. પરંતુ વિપક્ષના આરોપ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પલટવાર કરીને કહ્યુ હતુ કે તેમની સરકારે હજુ સુધી એનઆરસી પર ચર્ચા પણ કરી નથી. પરંતુ પીએમ મોદીના દાવાથી ઉલટુ બંગાળી ભાષમાં ભાજપની બુકલેટ કંઈક બીજો જ દાવો કરી રહી છે.

એનઆરસીને લાગુ કરવામાં આવશે

એનઆરસીને લાગુ કરવામાં આવશે

બંગાળી ભાષામાં ભાજપની જે બુકલેટ નાગરિકતા સુધારા કાયદા વિશે લોકોને જાગૃત કરવા માટે વહેંચવામાં આવી રહી છે તેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે નાગરિકતા સુધારા કાયદા બાદ એનઆરસીને લાગુ કરવામાં આવશે. જો કે હિંદીમાં ભાષામાં છપાયેલી આ પુસ્તિકામાં એનઆરસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે રવિવારે ભાજપે નાગરિકતા સુધારા કાયદા વિશે ભ્રમ તેમજ અફવાઓને ખતમ કરવા માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યુ જે હેઠળ દેશભરમાં લોકોને જાગૃત કરવા માટે આ પુસ્તિકા વહેંચવામાં આવશે.

એનઆરસીનો ઉલ્લેખ

એનઆરસીનો ઉલ્લેખ

બંગાળી ભાષામાં છપાયેલી આ પુસ્તિકના પેજ નંબર 23માં લખવામાં આવ્યુ છે કે શું ત્યારબાદ એનઆરસી હશે. આની કેટલી જરૂર છે. શું એનઆરસી હશે તો ત્યારબાદ અસમમાં હિંદુઓને ડિટેન્શન કેમ્પમાં નાખવામાં આવશે. આ તમામ સવાલોના જવાબમાં પુસ્તિકામાં લખ્યુ છે કે હા, ત્યારબાદ એનઆરસીને લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની મનશા એવી જ છે. પરંતુ આ પહેલા અમે સ્પષ્ટ કરી દેવા ઈચ્છીએ છીએ કે કોઈ પણ હિંદુને એનઆરસીના કારણે ડિટેન્શન સેન્ટરમાં નાખવામાં નહિ આવે. જે 11 લાખ હિંદુ અસમના ડિટેન્શન સેન્ટરમાં છે તે ફોરેનર્સ એક્ટના કારણે અહીં રહી રહ્યા છે.

આ પણ વાંચોઃ દિલ્લી પોલિસે JNU છાત્ર સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 20 સામે FIR નોંધીઆ પણ વાંચોઃ દિલ્લી પોલિસે JNU છાત્ર સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 20 સામે FIR નોંધી

એનઆરસી વિશે મોટી વાત

એનઆરસી વિશે મોટી વાત

પુસ્તિકામાં આગળ લખવામાં આવ્યુ છે કે અસમમાં એનઆરસીને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લાગુ કરવામાં આવ્યુ હતુ, ફોરેનર્સ એક્ટને તત્કાલીન કોંગ્રેસ સરકારે પાસ કર્યુ હતુ અને તેને અસમમાં લાગુ કરવામાં આવ્યુ હતુ. ભાજપ સરકાર અસમમાં એનઆરસી લઈને નથી આવી પરંતુ આની સામે અમે કોર્ટમાં જવાનો નિર્ણય લીધો. આમાં આગળ કહેવામાં આવ્યુ છે કે નાગરિકતા સુધારા કાયદો લાગુ થયા બાદ ડિટેન્શન સેન્ટરમાં બંધ 11 લાખ હિંદુઓને મુક્ત કરવામાં આવશે. એવુ સાંભળવામાં આવ્યુ છે કે બંગાળ અને અસમમાં બે લગભગ બે કરોડ ઘૂસણખોરો છે. આ લોકોનુ લિસ્ટ તૈયાર કરવાની જરૂર છે.

ભાજપની સફાઈ

ભાજપની સફાઈ

આના વિશે જ્યારે પશ્ચિમ બંગાળ ભાજપમાં મહાસચિવ સયાંતન બાસુને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે આ પુસ્તિકા હિંદી પુસ્તિકાનુ અનુવાદ નથી. બંગાળમાં નાગરિકતા સુધારા કાયદો અને એનઆરસી માટે ઘણા ભ્રમ છે. માટે એનઆરસીના ભ્રમને બંગાળી ભાષાની પુસ્તિકામાં દૂર કરવામાં આવ્યા છે. આમાં લખવામાં આવ્યુ છે કે એનઆરસી લાગૂ કરવો કેન્દ્ર સરકારનો વિશેષાધિકાર છે.

English summary
booklet of BJP on CAA awareness in Bangla language says there will be NRC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X