For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર અને ખેડૂત બંનેએ પીછેહટ કરવી પડશેઃ રાકેશ ટિકૈત

ભારતીય ખેડૂત યુનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતે ગાઝિયાબાદમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે સરકાર અને ખેડૂત બંનેએ પીછેહટ કરવુ પડશે.

|
Google Oneindia Gujarati News

ગાઝિયાબાદઃ ગાઢ ધૂમ્મસ અને ઠંડી વચ્ચે ખેડૂતો છેલ્લા 16 દિવસથી દિલ્લી બૉર્ડર પર કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. પરંતુ કેન્દ્ર સરકાર આ કાયદાને પાછો લેવા માટે તૈયાર નથી. વળી, હવે ખેડૂતોએ આજથી આ આંદોલનને પણ વધુ ઉગ્ર કરવાનુ અલ્ટીમેટમ આપી દીધુ છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતે ગાઝિયાબાદમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે સરકાર અને ખેડૂત બંનેએ પીછેહટ કરવુ પડશે. સરકાર કાયદો પાછો લે અને ખેડૂત પોતાના ઘરે જતા રહેશે.'

rakesh tikait

રાકેશ ટિકૈતે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણે કાયદાનો પાછો નહિ લે તો આંદોલન ખતમ નહિ થાય. સરકાર અમારી 15માંથી 12 માંગો પર સંમત છે તો એનો મતલબ છે કે કાયદો યોગ્ય નથી. આનો મતલબ એ છે કે ખેડૂતોની અસલી સમસ્યાથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કોસો દૂર છે. તેમણે કહ્યુ કે અમે એમએસપી પર એક કાયદાની માંગ કરી હતી પરંતુ કેન્દ્ર સરકાર વટહુકમ દ્વારા 3 બિલ લઈને આવી. જ્યાં સુધી સરકાર તેને પાછો નહિ લે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.

ટિકૈતા કહ્યુ કે ભારત સરકારને અમે છેલ્લા સાત વર્ષથી શોધી રહ્યા છે પરંતુ તે અમને હવે મળી છે. સરકારે ખેડૂતો માટે કંઈ કર્યુ નથી. ખેડૂતો પોતાનો પાક અડધી કિંમતે અહીં વેચીને પ્રદર્શનમાં શામેલ થવા આવ્યા છે. ટિકૈતે કહ્યુ કે સ્વામીનાથન રિપોર્ટ પર પણ સરકારનો વલણ ડગમગી રહ્યુ છે. તેમણે કહ્યુ કે સ્વામીનાથનનો રિપોર્ટ લાગુ થવો જોઈએ અને તેના હિસાબે ખરીદી પણ થવી જોઈએ. ટિકૈતે કહ્યુ કે કાયદો બનતા પહેલા ખેડૂતોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓને સમજવી જોઈતી હતી. ખેડૂતો સાથે વાત કરવી જોઈતી હતી, આ સરકારની ભૂલ છે. એમએસપી પર કાયદો બનવો જોઈતો હતો. તેમણે કહ્યુ કે ત્રણે બિલ પાછા લેવા જોઈએ. મીડિયાકર્મી દ્વારા પૂછવામાં આવેલા એક સવાલ પર તેમણે કહ્યુ કે સરકારે એવો કાયદો કેમ બનાવ્યો જે રદ ન થઈ શકે.

1 વર્ષની થઈ કપિલની દીકરી અનાયરા શર્મા, જુઓ Birthday Pics1 વર્ષની થઈ કપિલની દીકરી અનાયરા શર્મા, જુઓ Birthday Pics

English summary
Both government and farmers will have to back down: Farmer leader Rakesh Tikait.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X