હવે રાજ ઠાકરે સામે કોમેન્ટ કરનારની ધરપકડ

raj thackeray
મુંબઇ, 28 નવેમ્બર: મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારની સામે કોઇ પણ ટિપ્પણી કરનારની સામે તાત્કાલિક એક્શન લેવામાં આવે છે. શિવસેના સુપ્રિમો બાલ ઠાકરેના નિધન બાદ મુંબઇમાં બંધને લઇને ફેસબુક પર ટિપ્પણી કરનાર બે યુવતીયોની ધરપકડ કરવામાં આવી હતી. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ અને બાલ ઠાકરેના ભત્રીજાની સામે ફેસબુક પર વાંધાજનક કોમેન્ટ કરવા બદલ એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર 19 વર્ષના સુનીલ વિશ્વકર્માને બુધવારે સવારે ગિરફ્તાર કરવામાં આવ્યો. તેણે પોતાના ફેસબુક પેજ પર કંઇક એવું લખ્યું હતું જે રાજ ઠાકરેના સમર્થકોને છાજ્યું નહી. સુનીલ પાલઘરનો રહેનાર છે. પહેલા જે યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી તે પણ પાલઘરની જ રહેવાસી હતી. સુનીલના પોસ્ટથી ગુસ્સે થયેલા મનસે કાર્યકર્તાઓએ તેમના ઘરનો ઘેરો ઘાલ્યો હતો. તેઓ તેને પકડીને પાલઘર પોલીસ સ્ટેશન લઇ ગયા. સુનિલ પર હજી સુધી કોઇ આરોપ લગાવવામાં આવ્યો નથી.

પોલીસ કોઇપણ પ્રકારના એક્શન પહેલા કાનૂની સલાહ લેવા માગે છે. આ પહેલા 17 નવેમ્બરના રોજ મુંબઇ બંધને લઇને ફેસબુક પર કોમેન્ટને લઇને બે છોકરીઓની ધરપકડ કરાઇ હતી. જોકે બાદમાં બંનેને છોડી દેવામાં આવી હતી. તેમજ બંનેને જામીન આપનાર જજનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X