BPSC Protest : ખાન સરની તબિયત બગડી, હોસ્પિટલમાં ખસેડાયા
BPSC Protest : બિહારમાં ચાલી રહેલા BPSC વિરોધી વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન યથાવત છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને સમર્થન આપી રહેલા ખાન સરની તબિયત લથડી છે.
અહેવાલો અનુસાર, ખાન સરની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. ખાન સરના એકાઉન્ટથી ખોટા સમાચાર પોસ્ટ થયા બાદ વિવાદ થતા એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે.

6 ડિસેમ્બરે ખાન સર વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા. આ દરમિયાન તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. જો કે પોલીસે થોડા સમય બાદ છોડી દીધા હતા.
શુક્રવારે પ્રદર્શન દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ પછી ખાન સર વિદ્યાર્થીઓના વિરોધમાં જોડાયા બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. જો કે, વિદ્યાર્થીઓની મોટી ભીડ પોલીસ સ્ટેશન બહાર એકઠી થઈ જતા છોડવાની ફરજ પડી હતી.
જણાવી દઈએ કે, પટનામાં વિદ્યાર્થીઓ બીપીએસસીના નિયમો વિરૂદ્ધ વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પરિક્ષામાં સામાન્યીકરણના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યાં છે.
આ વિરોધ દરમિયાન ખાન સરની તબિયત બગડી છે અને પ્રભાત મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના ટ્વિટર હેન્ડલ પરથી ઓનલાઈન નકલી પોસ્ટ અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ મામલો વધુ જટીલ બન્યો છે.
વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રક્રિયામાં ફેરફાર અંગે વ્યાપક અસંતોષ છે. આ વિરોધનું સ્વરૂપ સતત મોટુ થઈ રહ્યું છે. ખાન સર સહિત ઘણા મોટા લોકો સમર્થનમાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
