આજે બ્રહમોસ મિસાઇલનું સફળ પરિક્ષણ કરાયું

સૂત્રોના જણાવ્યા અનુસાર, 'આજે વહેલી સવારે ગોવાના દરિયામાં રશિયા પાસેથી ભારતીય નૌકાદળે મળવેલી આઇએનએસ-ટેગ મિસાઇલ વાહક યુદ્ધ જહાજ પરથી ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું હતું.'
ઉલ્લેખનીય છે કે બ્રહમોસ મિસાઇલનું નૌકાદળમાં સૌપ્રથમવાર પરિક્ષણ આઇએનએસ રાજપૂત સાથે વર્ષ 2005માં કરવામાં આવ્યું હતું. લશ્કરની બે ટૂકડીઓ સાથે તેનું કામ સંપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મિસાઇલનું એર લોન્ચ અને સબમરીન લોન્ચ વર્ઝન પણ તૈયાર કરવામાં આવી રહેલું છે.












Click it and Unblock the Notifications
