For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ

|
Google Oneindia Gujarati News

supersonic
પણજી, 22 મે : ભારતે બુધવારે ગોવા તટ પર નૌકાદળના વહાણથી 290 કિલોમીટર ક્ષમતાવાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું મિસાઇલે સફળતાપૂર્વક નિશાનાને ભેદી પણ દીધો.

બ્રહ્મોસ એરોસ્પેસ પ્રમુખ એ શિવતાનુ પિલ્લઇએ જણાવ્યું કે રશિયા નિર્મિત વહાણથી સવારે 11 વાગ્યે મિસાઇલને છોડવામાં આવી. તેમણે જણાવ્યું કે 'વહાણના એક્સેપ્ટેન્સ ટેસ્ટ ફાયરિંગ(ATF) અંતર્ગત નૌકાદળે આ મિસાઇલ છોડી' નવીનતમ તલવાર શ્રેણી વહાણ આઇએનએસ તરકશનો ગયા વર્ષે 9 નવેમ્બરના રોજ લોંચ કરાયું હતું.

ભારત અને રશિયાની વચ્ચે જુલાઇ 2006માં હસ્તાક્ષર કરવામાં આવેલ 8,000 કરોડ રૂપિયાના કરાર અંતર્ગત શ્રેણીના બે અન્ય વહાણ આઇએનએસ તેગ અને આઇએનએસ ત્રિકંદની સાથે જ આ વહાણનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આઇએનએસ તેગનું 27 એપ્રિલના રોજ લોંચિગ કરવામાં આવ્યું હતું અને આઇએનએસ ત્રિકંદનું ટૂંક સમયમાં લોંચિંગ થવાની સંભાવના છે.

બધા જ ત્રણેય વહાણો આઠ વર્ટિકલ લોંચ બ્રહ્મોસ મિસાઇલ પ્રણાલીથી સજ્જ હશે. મિસાઇલ છોડી શકનાર આ વહાણોની ડિઝાઇન કંઇક એવી રીતે કરવામાં આવી છે કે વિભિન્ન સમુદ્રી મિશનોમાં તેનો ઉપયોગ થઇ શકશે. ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે નિર્માણિત બ્રહ્મોસ 300 કિલોગ્રામ સુધીના શસ્ત્રસરંજામ લઇ જવા માટે સક્ષમ છે.

English summary
BrahMos supersonic missile successfully test fired off Goa coast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X