શરદ યાદવે ખાપને કહ્યું; બળત્કારીઓના હાથ-પગ ભાંગી નાખો

હરિયાણાની વિપક્ષીય પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળ (આઇએનએલડી) દ્રારા રેવાડીમાં યોજવામાં આવેલી સભાને સંબોધતાં શરદ યાદવે કહ્યું હતું કે ખાપ રાજ્યની સ્ત્રીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. તેમને કહ્યું હતું કે ખાપ પંચાયતો વધતા જતાં બળાત્કારના બનાવો પર ટિપ્પણી કરવાના સ્થાને તેમના વિરૂદ્ધ કડક પગલાં ભરે.
ગત મહિને જિંદ જિલ્લામાં ખાપ પંચાયતે હરિયાણામાં કહ્યું હતું કે ચાઉમિન ખાવાથી બળાત્કારના કિસ્સાઓ વધે છે. ખાપ પંચાયતનું કહેવું હતું કે ચાઉમિન ખાવાથી હોર્મોન્સ અનબેલેન્સ થાય છે અને જેના કારણે બળાત્કારની સંખ્યામાં વધારો થાય છે. ત્યારબાદ ખાપ પંચાયતના એક નેતાઓ એવું કહ્યું હતું કે છોકરીના લગ્ન 18 વર્ષની જગ્યાએ 16 વર્ષે કરી નાખવા જોઇએ. તેમનો કહેવાનો અર્થ એવો હતો કે કુંવારી છોકરીઓ સાથે બળાત્કારના કિસ્સા વધુ બને છે.
આ મુદ્દે શરદ યાદવે ગુરૂવારે કહ્યું હતું કે ખાપ પંચાયતો આવી ફાલતુ સલાહ આપી પરંતુ છોકરીઓ અને દલિતોની સુરક્ષા અંગે કોઇ વાત કરી ન હતી. તેમને કહ્યું હતું કે ખાપ પંચાયતોએ એલાન કરી દેવું જોઇએ કે દલિત છોકરીઓ સાથે બળાત્કાર અથવા તેમનું શોષણ કરનારના તે હાથ-પગ તોડી નાંખશે. આઇએનએલડીએ આ સભા પોતાના સ્વર્ગીય અધ્યક્ષ દેવીલાલની 99મી જયંતી નિમિત્તે રાખી હતી.












Click it and Unblock the Notifications
