For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘોડા પર સવાર થઇ આવી દુલ્હન, માગ્યો યુવકનો હાથ

|
Google Oneindia Gujarati News

marriage
ઇન્દોર, 26 એપ્રિલઃ 25 વર્ષિય રજની, લો સ્ટૂડન્ટ છે. લગ્નમાં રજની દુલ્હનની જેમ સજી-ધજીને ઘોડા પર બેઠી અને વરના ઘર સુધી ગઇ. લગ્નના એક કલાક લાંબા વરઘોડા અને નાચ-ગાનાના કાર્યક્રમ બાદ તે મંડપમાં પહોંચી અને વર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાની આ કહાણી પર કદાચ જ કોઇને વિશ્વાસ હશે, પરંતુ આ હકિકત છે, જે અહીં સતવાડા ગામના એક લગ્નમાં જોવા મળી.

એક અલગ પ્રકારની પરંપરા કન્યા ઘતારીનું પાલ પાટીદાર સમાજ કરે છે, જ્યાં દુલ્હન પોતાની જાન લઇને વરના ઘર સુધી જાય છે. લાંબા સમયથી ભુલાવી દેવામાં આવેલી આ પરંપરા ફરી એકવાર જીવીત થતી જોવા મળી છે. સમાજના વરિષ્ઠ લોકોએ રજનીના આ પગલાંનુ સમર્થન કર્યું અને પરંપરાને ફરીથી જીવત કરવા બદલ તેના વખાણ કર્યા હતા.

બે દિવસ પહેલા લગ્ન બંધનમાં બંધાયેલી રજનીને હજુ પણ ઘોડા પર બેસીને વરના ઘર સુધી જાન લઇને જવાનું થોડુ અટપટું લાગ્યું છે, પરંતુ તે માને છે કે આ જરૂરી હતુ. રજની કહે છે કે, આ રીત મહિલાઓના સશક્તિકરણમાં મદદ કરશે અને સમાજમાંથી કેટલીક બુરાઈઓનો ખાત્મો પણ કરશે.

સામાન્ય રીતે જાન લઇને ઘર સુધી જવાનો યુવકોનો જન્મસિદ્ધ અધિકાર માનવામા આવે છે, પરંતુ સરકારી સેવામાં કાર્યરત 30 વર્ષિય પ્રવિણ પાટીદાર માટે આ ગર્વની તક હતી કે તેની દુલ્હન જાન લઇને તેના ઘરે આવી.
વરના પિતા ઇશ્વરલાલ પટેલે જણાવ્યું કે લગ્નનું કાર્ડ એક મહિના પહેલા છપાવી દેવામાં આવ્યું હતું, જેમાં મહિલા સશક્તિકરણ માટે આ પરંપરાનો ઉલ્લેખ પણ હતો. તેમણે કહ્યું કે, પરિવારની ઇચ્છા હતી કે અમારી થનારી વહુ જાન લઇને ઘર સુધી આવે. પરંપરા અનુસાર પહેલા દુલ્હનના માતા પિતા નારિયેલ ભેટ કરે છે ત્યારબાદ યુવતી ઘોડા પર સવાર થઇને વરના ઘર સુધી પહોંચે છે. ત્યારબાદ મંડપ સુધી આવે છે અને વર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકે છે. યુવતી વરને પૂછે છે કે શું તે તેની સાથે લગ્ન બંધનમાં બંધાશે. પરિવારના લોકો દુલ્હનનું સ્વાગત કરે છે અને લગ્ન પૂર્ણ થાય છે.

English summary
Rajni, law student, dressed in best bridal finery, mounted a horse and took her marriage procession to the groom's house through her village.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X