For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘોડી પર સવાર થઈ હાથમાં તલવાર લઈ બે દુલ્હન પહોંચી માંડવે

ઘોડી પર સવાર થઈ હાથમાં તલવાર લઈ બે દુલ્હન પહોંચી માંડવે

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લામાં બે બહેનોના લગ્ન ચર્ચાનો વિષય બન્યો હતો. સાક્ષી અને સૃષ્ટિ નામની બે બહેનો તલવાર લઘને ઘોડી પર સવાર થઇ હતી ત્યારે રસ્તા પર આ દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. આ સવારીને જોતા રાહદારીઓના પગ ત્યાના ત્યાં થંભી ગયા હતા અને આ દ્રશ્ય મૃગ્ધ બની સૌ કોઘ નિહાળી રહ્યા હતા. જ્યારે આ બન્ને બહેનો દુલ્હનના પરીવેશમાં સજ્જ બની લગ્નમંડપમાં પહુંચી હતી. ત્યારે લગ્ન મંડપમાં હાજર વરરાજા પણ આ દ્રશ્ય નિહાળી સ્તબ્ધ રહી ગયા હતા. તો બીજી તરફ એવું કહાવામાં આવે છે કે આ પાટીદાર સમાજની અનોખી પરંપરા છે.

22 જાન્યુઆરી હતા લગ્ન

22 જાન્યુઆરી હતા લગ્ન

22 જાન્યુઆરીના રોજ સાક્ષી અને સૃષ્ટિ નામની બે બહેનોના લગ્ન લેવાયા હતા અને હરખભેર સંપન્ન થયા હતા. આ દરમ્યાન આ બે બહેનોએ સમાજની પરંપરા પ્રમાણે હાથમાં તલવાર લઇ ઘોડી પર સવાર થઇ શોભાયાત્રા નીકાળી હતી ત્યાર બાદ લગ્નમંડપ પહુંચી હતી. સાક્ષીએ આનંદ સાથે અને સૃષ્ટીએ શંશાગ સાથે સાત ફેરા ફર્યા હતા.

બે દુલ્હનોનાં પિતાએ જણાવ્યું હતું કે આ પાટીદાર સમાજની ખુબ જૂની પરંપરા છે અને સરકારની બેટી બચાવો અભિયાનમાં સહકાર આપવાની સમાજની જવાબદારી છે. પુત્રીઓને પુત્રો સમાન સમાન મહત્વ આપવું જોઈએ અને તેવું સમાન વર્તન કરવું જોઈએ એવો પાટીદાર સમાજની આ પરંપરા પાછળનો હેતુ છે.

દેખતા રહી ગયા લોકો

દેખતા રહી ગયા લોકો

દુલ્હનો સોળે સણગાર સાથે લગ્ન પાનેતરમાં સજ્જ બની માથા પર ભરચક પાઘડી અને ચસ્મા પહેર્યા હતા તે સાથે તલવાર લઇને ઘોડી પર અસવાર થઇ લગ્નમંડપમાં પહુંચી હતી. જોકે આ બંન્ને દુલ્હનો શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી તેમને હર કોઇ નિહાળી રહ્યું હતું. મહત્વનું છે લગ્ન સમારોહ દ્વારા સમાજને સંદેશ આપનાર લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા

પર્યાવરણને બચાવવા પણ સંદેશ આપ્યો

પર્યાવરણને બચાવવા પણ સંદેશ આપ્યો

આ લગ્ન પ્રસંગમાં આવેલ મહેમાનોને છાંયડો અને ઔષધી આપતા છોડ ભેટમાં આપ્યા હતા. આ છોડ 51 પીપળ, 51 લીમડો, 51 તુલસીના ક્યારા હતા. લગ્ન પ્રસંગમાં દુલ્હનનાં કાકા દીપક પાટીદારે કહ્યું હતું કે પર્યાવરણ બચાવવા આ એક નવી પહેલ છે અને વૃક્ષોના છોડને નાના બાળકોની જેમ સિંચન કરવામાં આવશે ત્યારે પ્રદૂષણથી રાહત મળશે.

30 જાન્યુઆરીએ વસંત પંચમી, વાક સિદ્ધિ માટે કરો સરસ્વતીને પ્રસંન્ન30 જાન્યુઆરીએ વસંત પંચમી, વાક સિદ્ધિ માટે કરો સરસ્વતીને પ્રસંન્ન

English summary
brides rode horses on their own wedding procession in Khandwa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X