For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ-ગોવા હાઇવે પર પુલ તૂટતા, 2 બસો સમેત 22 લોકો ગુમ

|
Google Oneindia Gujarati News

બ્રિટિશ સમય વખતે સાવિત્રી નદી પર બનાવેલો મુંબઇ-ગોવાને જોડતો પુલ તૂટી પડતા બે બસો સમતે 22 લોકો ગુમ થયા છે. મંગળવારે મોડી રાતે આ ધટના બની હતી. આ દુર્ધટનામાં ગુમ થયેલા લોકો વિષે હજી સુધી કોઇ પણ માહિતી મળી નથી.

નજરે જોનાર લોકોના કહેવા મુજબ નદીમાં ભારે પ્રવાહ હતો જેના કારણે અચાનક જ વચ્ચેથી પુલ તૂટી જતા તે સ્થળે ઊભેલી બે બસો પાણીમાં ગણતરીના સમયમાં ગરકાવ થઇ ગઇ હતી. આ દુર્ધટનામાં 22 જ વધુ લોકો ગુમ થવાની સંભાવના છે. જે બાદ સ્થાનિક લોકો અને જિલ્લા પ્રસાશને મળીને લોકોને બચાવવાની કામગિરી હાથ ધરી હતી. વળી એનડીઆરએફની ત્રણ ટીમો પણ ધટના સ્થળે પહોંચી છે.

accident

સાવિત્રી નદીમાં બુધવાર બપોર સુધી કોઇ વહાન કે વ્યક્તિ મળવાના ખબર નથી આવ્યા. જો કે દુર્ધટના પછી અહીં લાંબો ટ્રાફિક જમા થઇ ગયો છે. આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

English summary
A British-era bridge across the Savitri River on the Mumbai-Goa highway collapsed late on Tuesday night, bringing traffic to a halt on the stretch. Around 22 people are believed to be missing. Two Mumbai-bound buses are among the dozen or so vehicles that are believed to have fallen into the flooded river.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X