બ્રિજ ભૂષણ સિંહનો પહેલવાનો પર પાયાવિહોણો આરોપ, કહ્યું-શાહિનબાગની તાકાત સાથ આપી રહી છે

રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહ પર ગંભીર આરોપો સાથે ભારતના ટોપ ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિઝ ભૂષણ સિંહ પર જાતિય શોષણનો આરોપ છે અને તેની ધરપકડ કરવા માંગ કરાઈ રહી છે. હવે બ્રિજ ભૂષણ હલકી રાજનીતિ પર ઉતરી આવ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, જો મારી પાર્ટી મને રાજીનામું આપવા કહેશે તો હું રાજીનામું આપી દઈશ. આ પહેલા પણ બ્રિજ ભૂષણ સિંહે કહ્યું હતું કે જો પીએમ મોદી કહેશે તો તેઓ રાજીનામું આપી દેશે.

Brij Bhushan Singh

બ્રિજ ભૂષણે કહ્યું કે, અમિત શાહ કે જેપી નડ્ડા કહે તો પણ તેઓ રાજીનામું આપી દેશે. જો મારી પાર્ટી ઈચ્છે છે કે હું રાજીનામું આપું તો અમે રાજીનામું આપી દઈશ. બીજી તરફ બ્રિજ ભૂષણ સિંહે કહ્યું કે, જે તાકાત શાહીન બાગ, કિસાન આંદોલનમાં સક્રિય હતી તે રેસલરોના વિરોધમાં સક્રિય દેખાય છે.

તેમણે કહ્યું કે, મારું રાજીનામું તેમનો ઉદ્દેશ્ય નથી. તેમનું નિશાન બીજે ક્યાંક એટલે કે મારી પાર્ટી છે. તેમની માંગ પર એફઆઈઆર નોંધવામાં આવી પછી પણ ઘરે જઈ રહ્યા નથી. જે રીતે પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલ, રોબર્ટ વાડ્રા પહોંચ્યા. જે રીતે લોકો એકઠા થઈ રહ્યા છે અને જે ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જોઈને લાગે છે કે આ કુસ્તીબાજોનો વિરોધ નથી.

બ્રિજભૂષણ સિંહે પોતાનો બચાવ કરતા કહ્યું કે, હું એ સગીર છોકરીને ઓળખતો નથી જેણે મારા પર આરોપો લગાવ્યા છે. મામલાની તપાસ માટે રચાયેલી મોનિટરિંગ કમિટિ સમક્ષ સગીર યુવતીએ જુબાની પણ આપી ન હતી. મેં સમિતિને એક ઓડિયો ક્લિપ સુપરત કરી હતી, જેમાં બજરંગ પુનિયા એક વ્યક્તિને છોકરીની વ્યવસ્થા કરવા માટે કહી રહ્યો હતો. હવે ત્રણ મહિના પછી તે નવા આરોપ લગાવે છે.

આ પહેલા લાગેલા યૌન ઉત્પીડનના આરોપો પર બ્રિજ ભૂષણ સિંહે કહ્યું હતું કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને કોર્ટ જ નિર્ણય કરશે. થોડા મહિના પહેલા મેડલ વિજેતા રેસલર્સે બ્રિજ ભૂષણ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિક સહિતના પ્રખ્યાત રેસલર્સ સામેલ છે. તમામે બ્રજ ભૂષણ સિંહ પર શોષણનો આરોપ લગાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X