સરબજીત જીવીત છે, તેના પર હુમલો આગોતરું કાવતરું: દલબીર
નવી દિલ્હી, 1 મે: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદી સરબજીત સિંહની બહેન દલવીર કૌરે બુધવારે ભારત પરત ફર્યા બાદ કહ્યું હતું કે તેમનો ભાઇ સરબજીત આજે પણ જીવીત છે અને તે ડીપ કોમામાં નથી. દલબીર કૌરે કહ્યું હતું કે સરબજીત સિંહનો જીવ હજુ સુધી ખતરામાં છે અને તેના પર કરવામાં આવેલો યોજનાબદ્ધ રીતે ગોઠવવામાં આવેલું કાવતરું હતું. તેમને કહ્યું હતું કે આ દુભાર્ગ્ય જ છે કે ભારત સરકાર સરબજીત સિંહ માટે કશું કરી ના શકી. તેમને કહ્યું હતું કે સરબજીત સિંહની આંખ ફફડી રહી હતી.
તેમને કહ્યું હતું કે સરબજીત સિંહની સારી સારવાર કરી શકાત પરંતુ પાકિસ્તાનમાં કરવામાં આવતી નથી. તેમને એ વાતની માંગણી રાખી છે કે તેમના ભાઇ સરબજીત સિંહની સારવાર ભારતીય ડોક્ટરો પાસે કરાવવામાં આવે. તેમને ફરી એકવાર સરબજીત સિંહને ભારત પરત લાવવાની માંગણી રાખી છે.
મળતી માહિતી મુજબ ઘાતક હુમલામાં ગત સપ્તાહે ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય નાગરિક સરબજીત સિંહ 'નોન રિવર્સિબલ' કોમામાં જતા રહ્યાં હતા અને તે હોસ્પિટલમાં જિંદગી અને મોત સામે સંઘર્ષ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સરબજીતની સ્થિતી જે છે તેનાથી તે માનસિક રીતે મૃત હાલતમાં જઇ શકે છે.
સોમવારે સરબજીત સિંહને જોવા માટે લાહોર ગયેલ તેમની પત્ની સુખપ્રીત કૌર, પુત્રી પૂનમ તથા સ્વપ્નદીપ અને તથા બહેન દલબીર કૌર બુધવારે ભારત પરત ફર્યા છે. 49 વર્ષીય સરબજીત પર શુક્રવારે કોટ લખપત જેલમાં છ કેદીઓએ હુમલો કર્યો હતો અને તેમના માથાના હાડકામાં ઇજા પહોંચી હતી. તેના માથામાં ઇંટ વડે હુમલો કરવામાં આવ્યો હતો તથા તેમની ગરદન અને ધડ પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.













Click it and Unblock the Notifications
