For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુમૂર્તિને આરબીઆઇ બોર્ડમાં શામિલ કરવું ખોટું: સુબ્રમણિયમ સ્વામી

ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણિયમ સ્વામી હંમેશા પોતાની પાર્ટીની મુસીબત ઉભી કરવા માટે ઓળખાય છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણિયમ સ્વામી હંમેશા પોતાની પાર્ટીની મુસીબત ઉભી કરવા માટે ઓળખાય છે. ફરી એકવાર તેમને પાર્ટી માટે મુસીબત ઉભી કરતા કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ ભ્રષ્ટાચાર આરોપમાં લિપ્ત છે. તેવી પરિસ્થિતિમાં તેમને આરબીઆઇ ગવર્નર બનાવવાનું ચોંકાવનારું છે. સુબ્રમણિયમ સ્વામીએ શક્તિકાંત દાસ પર લાગેલા આરોપો વિશે હજુ સુધી કઈ જ નથી કહ્યું. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા પણ સ્વામી શક્તિકાંત દાસ પર આરોપો લગાવી ચુક્યા છે.

subramanian swamy

શક્તિકાંત દાસ ભ્રષ્ટ વ્યક્તિ છે

એક બિઝનેસ સ્કૂલ કાર્યક્રમમાં બોલતા સ્વામીએ કહ્યું કે આરબીઆઇ નવા ગવર્નર ઘણા જ ભ્રષ્ટ છે. મેં તેમને નાણાં મંત્રાલયથી હટાવ્યા હતા, હું શક્તિકાંત દાસને એક ભ્રષ્ટ વ્યક્તિ માનુ છું. તેવી પરિસ્થિતિમાં તેમને આરબીઆઇ ગવર્નર પદ પર જોઈને હેરાન છું. જયારે સ્વામીને પૂછવામાં આવ્યું કે આખરે કોને આરબીઆઇ ગવર્નર બનાવવા જોઈએ તેના જવાબમાં તેમને કહ્યું કે આઇઆઇએમ બેંગ્લોર પ્રોફેસર આર વિદ્યનાથન આ પદ માટે યોગ્ય વ્યક્તિ છે. પ્રોફેસર આર વિદ્યનાથન એક સારો વિકલ્પ છે. તેની સાથે સાથે સ્વામીએ કહ્યું કે એસ ગુરુમૂર્તિને આરબીઆઇ બોર્ડમાં શામિલ કરવું એક મોટી ભૂલ છે.

આ પણ વાંચો: લોકસભા 2019: બિહારમાં NDAનું સીટ શેરિંગ ફાઈનલ, ભાજપ-જેડીયૂ 17 અને એલજેપી 6 સીટ પર લડશે

ચિદમ્બરમ મામલે પણ બોલ્યા હતા

સ્વામીએ કહ્યું કે મેં ચિદમ્બરમ વિરુદ્ધ પણ કોર્ટમાં ભ્રષ્ટાચાર મામલે કેસ નોંધાવ્યો હતો અને શક્તિકાંત દાસે તેમાં હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી હતી. ત્યારપછી મેં તેમને તરત નાણાં મંત્રાલયથી હટાવ્યા હતા જયારે શક્તિકાંત દાસ ચેન્નાઈમાં હતા ત્યારે જે તેઓ ભ્રષ્ટાચાર મામલે જોડાયેલા હતા. જયારે સ્વામીને પૂછવામાં આવ્યું કે શુ વર્ષ 2019 ચૂંટણીમાં ભાજપ ફરી સત્તામાં આવશે? તેના જવાબમાં તેમને કહ્યું કે સરકાર સામે કોઈ પણ પ્રકારની નારાજગી નથી.

English summary
Bringing Gurumurthy on RBI board a mistake says Subramanian Swamy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X