For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા 2019: બિહારમાં NDAનું સીટ શેરિંગ ફાઈનલ, ભાજપ-જેડીયૂ 17 અને એલજેપી 6 સીટ પર લડશે

લોકસભાઃ બિહારમાં ભાજપ-જેડીયૂ 17-17 અને એલજેપી 6 સીટ પર લડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બિહારમાં 2019ની લોકસભા ચૂંટણી માટે એનડીએમાં સીટની વહેંચણી થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઘરે થયેલ બેઠક બાદ ભાજપ-જેડીયૂ-એલજેપીની સંયુક્ત પ્રેસ કૉન્ફ્રેન્સમાં આની ઘોષણા કરવામાં આવી છે. આ બેઠકમાં બિહારના સીએમ નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અને તેમનો દીકરો સાંસદ ચિરાગ પાસવાન પણ હાજર રહ્યા. આ ઘોષણા બાદ શાહે જ્યાં 2019માં 2014થી વધુ સીટ જીતવાનો દાવો કર્યો, જ્યારે નીતિશ કુમારે કહ્યું કે એનડીએ બિહારમાં 2009થી પણ વધુ સીટ જીતશે.

nda

ઘર પર બેઠક બાદ અમિત શાહે પ્રેસ કૉન્ફ્રન્સમાં કહ્યું કે લાંબી ચર્ચા બાદ નક્કી થયું છે કે ભાજપ, જેડીયૂ 17-17 અને એલજેપી 6 લોકસભા સીટ પર ચૂંટણી લડશે. અમિત શાહે કહ્યું, રામવિલાસ પાસવાનને આગામી રાજ્યસભા ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર બનાવવામાં આશે. ભાજપના અધ્યક્ષે કહ્યું કે એનડીએની ગઠબંધનની સ્ટ્રેન્થને જોતાં ત્રણેય પાર્ટીઓએ આ ફેસલો લીધો છે. જલદી જ એનડીએના રાજનૈતિક એજન્ડા લોકોની સામે લઈને આવશે.

જે બાદ નીતિશ કુમારે કહ્યું કે જ્યારે અમિત શાહે ઘોષણા કરી દીધી છે ત્યારે બોલવાની કંઈ જરૂર જ નથી. કઈ સીટ પર કોણ લડશે તે અમે બધા આગળ મળીને નક્કી કરીશું. આજે સીટ શેરિંગ નક્કી કરી દીધું છે. બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે બિહારમાં સારી સફળતા હાંસલ કરીશું. જરૂરતથી વધુ બોલવાની મને ટેવ નથી. 2009માં બિહારમાં ભાજપ અને જેડીયૂનું ગઠબંધન હતું, બિહારમાં 40માંથી 32 સીટ અમે હાંસલ કરી હતી. 2009થી વધુ સીટ પર આ વખતે અમે જીતશું. અમે લોકો મળીને સશક્ત અભિયાન ચલાવીશું.

આ પણ વાંચો- બિહાર સીટ શેરિંગઃ લોજપા નેતા રામવિલાસ પાસવાનને રાજ્યસભા મોકલશે ભાજપ

English summary
BJP will fight at 17 seats, Janata Dal (United) at 17 and Lok Janshakti Party at 6 seats in Bihar in upcoming 2019 Lok Sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X