જમ્મૂમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલાના સિક્યોરિટી ગાર્ડે હવામાં કર્યું ફાયરિંગ, ગાર્ડની ધરપકડ
શ્રીનગર, 17 નવેમ્બર: જમ્મૂ કાશ્મીરની રાજધાનીમાં તે સમયે અફરા તફરીનો માહોલ છવાઇ ગયો જ્યારે એક બીએસએફ જવાને મુખ્યમંત્રી ઉમર અબ્દુલાના ઘરની બહાર ફાયરિંગ શરૂ કરી દિધું. આ જવાનની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અ ઘટના આજ સવારની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જવાન ઉમર અબ્દુલા ઘરની બહાર સુરક્ષામાં તૈનાત હતો. હજુ સુધી કારણ જાણી શકાયું નથી. જેણે જવાનને આમ કરવા માટે ઉશ્કેર્યો. જવાને 45 રાઉંડ ગોળીઓ ચલાવી.

ઘટના બાદ ઉમરે ટ્વિટ કર્યું છે. ઉમર અબ્દુલાએ ટ્વિટર પર લખ્યું છે કે તેમને પોતાની સુરક્ષામાં તૈનાત જવાન પર પુરો વિશ્વાસ છે અને આ ઘટના તેમના વિશ્વાસ ઓછી ન કરી શકે.












Click it and Unblock the Notifications
