કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ BSPનું ખાસ એલાન, એકલા જ લડશે ચૂંટણી
કર્ણાટક રાજ્યમાં મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે જેમાં બહુજન સમાજ પાર્ટી (BSP) એકલા જ પોતાના દમ પર ચૂંટણી લડશે. જેનું એલાન ખુદ બીએસપી સુપ્રીમો માયાવતીએ કર્યું છે. જ્યારે સોમવારે રાજ્યના વરિષ્ઠ અને જવાબદાર લોકો સાથે માયાવતીએ દિલ્હીમાં એક બેઠક કરી હતી. આ બેઠકમાં 60 ટકા ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે.

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને બીએસપી પ્રમુખ માયાવતીએ સોમવારે 27 માર્ચે એક પછી એક બે ટ્વીટ કર્યાં. પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલથી કરવામાં આવેલ ટ્વીટમાં માયાવતીએ લખ્યું, "કર્ણાટક રાજ્યમાં વિધાનસભા માટે તુરંત થનાર ચૂંટણીમાં બીએસેપી પોતાના દમ પર એકલા ચૂંટણી લડશે, જેની તૈયારીના સંબંધમાં રાજ્યના વરિષ્ઠ અને જવાબદાર લોકો સાથે આજે દિલ્હીમાં થયેલી બેઠકમાં 60વ ટકા ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે."
જ્યારે બીજા ટ્વીટમાં માયાવતીએ લખ્યું, "પસંદ કરાયેલા આ બીએસપી ઉમેદવારોની યાદી જલદી જ સ્થાનિક સ્તરે જાહેર કરવામાં આવશે. સાથે જ, રાજ્ય યૂનિટને સખ્ત સૂચના આપી દેવામાં આવી છે કે બાકી બચેલી વિધાનસભા સીટ પર પણ વધુમાં વધુ પાર્ટીને સમર્પિત અને કર્મઠ કાર્યકર્તાઓને જ આગળ ધકેલે અને ચૂંટણી મેદાનમાં ઉતારે."
જણાવી દઈએ કે વર્ષ 2018માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં બીએસપીએ કર્ણાટકમાં એક સીટ પર જીત હાંસલ કરી હતી.












Click it and Unblock the Notifications
