હાથીની જગ્યાએ ભૂલથી કમળનું બટન દબાવ્યું, પછતાવો થતાં આંગળી જ કાપી નાખી
હાથીની જગ્યાએ ભૂલથી કમળનું બટન દબાવ્યું, પછતાવો થતાં આંગળી જ કાપી નાખી
બુલંદશહરઃ બુલંદશહર લોકસભા સીટ પર મતદાન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન એક દલિત યુવકે બૂથ પર બહુજન સમાજ પાર્ટીને બદલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ચિહ્નનું બટન દબાવી દીધું. બાદમાં પછતાવો થતાં યુવકે ચાકુથી પોતાની આંગળી જ કાપી નાખી.

ભૂલથી આપ્યો ભાજપને વોટ
આ મામલો બુલંદશહર જિલ્લાના શિકારપુર કોતવાલી ક્ષેત્રના અબ્દુલ્લાપુર હુલાસપુર ગામનો છે. ગામ નિવાસી પવન કુમાર (25) બહુજન સમાજ પાર્ટીના સમર્થક છે. ગુરુવારે પવન કુમાર સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાલોદ ગઠબંધનના ઉમેદવાર યોગેશ વર્માને વોટ આપવા ગયા હતા. પરંતુ ભૂલથી પવને ભાજપના ઉમેદવાર ભોલા સિંહને વોટ આપી દીધો.

ભૂલનો એહસાસ થતાં આ પગલું ભર્યું
પવનને કમળનું બટન દબાવ્યું હોવાનો અહેસાસ થતાં તે ખુદ દુખી થઈ ગયો. પવને ઘરે આવી પોતાની આંગળી જ કાપી નાખી. ઘટના બાદ પવનને લોહીલુહાણ હાલતમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં ઈલાજ માટે ખસેડવામાં આવ્યો. જ્યાં ડોક્ટર્સે ઈલાજ બાદ પવન કુમારને રજા આપી દીધી. જ્યારે પવને કહ્યું કે તેને તેની ભૂલ પર પશ્ચાતાપ છે માટે આંગળી કાપી નાખી.

ગામમાં બન્યો ચર્ચાનો વિષય
પવને આંગળી કાપી નાખી હોવાનો મામલો આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પણ પવનની માયાવતી પ્રત્યે આટલી આસ્થા જોઈ ચકિત છે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કા માટે ગુરુવારે 18 એપ્રિલે ઉત્તર પ્રદેશના આઠ જિલ્લામાં મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.












Click it and Unblock the Notifications
