For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TV ડિબેટમાં શામેલ નહિ થાય બસપા પ્રવકતા, ચૂંટણીમાં હાર પછી માયાવતીઓ લગાવ્યો મીડિયા પર આ આરોપ

માયાવતીએ પાર્ટી પ્રવકતાને કોઈ પણ ટીવી ડિબેટમાં શામેલ ન થવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી(બસપા)નુ પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ છે. બસપા માત્ર એક સીટ પર સમેટાઈને રહી ગઈ છે. વિધાનસભા ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ બસપા સુપ્રીમો માયાવતીએ મીડિયા પર આરોપ લગાવીને ટ્વિટ કર્યા છે. સાથે જ પાર્ટી પ્રવકતાને કોઈ પણ ટીવી ડિબેટમાં શામેલ ન થવા માટે કહ્યુ છે.

mayawati

બસપા સુપ્રીમો માયાવતીએ શનિવારે એક પછી એક બે ટ્વિટ કર્યા છે. માયાવતીએ ટ્વિટ કરીને લખ્યુ, 'યુપી વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન મીડિયા દ્વારા પોતાના આકાઓને દિશા-નિર્દેશનમાં જે જાતિવાદી દ્વેષપૂર્ણ તેમજ ઘૃણાસ્પદ વલણ અપનાવીને આંબેડકરવાદી બસપા મૂવમેન્ટને નુકશાન પહોંચાડવાનુ કામ કરવામાં આવ્યુ છે તે કોઈનાથી પણ છૂપુ નથી.'

એટલુ જ નહિ માયાવતીએ બીજા ટ્વિટમાં લખ્યુ, 'આ સ્થિતિમાં પાર્ટી પ્રવકતાઓને પણ નવી જવાબદારી આપવામાં આવશે. માટે પાર્ટીના બધા પ્રવકતા શ્રી સુધીન્દ્ર ભદોરિયા, શ્રી ધર્મવીર ચૌધરી, ડૉ. એમ. એચ. ખાન, શ્રી ફૈજાન ખાન તેમજ શ્રીમતી સીમા કુશવાહા હવે ટીવી ડિબેટ વગેરે કાર્યક્રમોમાં શામેલ નહિ થાય.'

આ પહેલા માયાવતીએ કહ્યુ કે, 'કાલે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બસપાની આશા વિરુદ્ધ જે પરિણામ આવ્યા છે, તેનાથી ગભરાઈને કે નિરાશ થઈને પાર્ટીના લોકોએ તૂટવાનુ નથી. તેના સાચા કારણોને સમજીને અને પાઠ શીખીને આપણે પોતાની પાર્ટીને આગળ વધારવાની છે અને ભવિષ્માં સત્તામાં જરુર આવવાનુ છે.' આ દરમિયાન તેમણે બસપાની હારની ઠીકરુ મુસ્લિમોના માથે ફોડી દીધુ છે.

માયાવતીએ કહ્યુ, 'મુસ્લિમ સમાજ બસપા સાથે તો રહ્યો પરંતુ તેમના પૂરા વોટ સમાજવાદી પાર્ટી તરફ શિફ્ટ કરી દેવામાં આવ્યા, આનાથી બસપાને ભારે નુકશાન થયુ. મુસ્લિમ સમાજે વારંવાર અજમાવેલી પાર્ટી બસપાથી વધુ સપા પર ભરોસો કરવાની મોટી ભૂલ કરી છે.' આ દરમિયાન માયાવતી કહ્યુ કે જો દલિત અને મુસ્લિમ એક થઈને બસપાના પક્ષમાં વોટ કરતા તો પશ્ચિમ બંગાળની જેમ ચોંકાવનારા પરિણામ આવી શકતા હતા.

English summary
BSP supremo Mayawati says BSP spokesperson will not participate in TV debate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X