For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળની ચૂંટણી પોતાના દમ પર લડશે બસપા, માયાવતીએ મમતા પર થયેલ હુમલાને ગણાવ્યો દૂર્ભાગ્યપૂર્ણ

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને પોતાના બળ પર લડવાનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને પોતાના બળ પર લડવાનુ એલાન કર્યુ છે. આ એલાન તેમણે લેટેસ્ટ ઘટનાક્રમને જોઈને શુક્રવારે(12 માર્ચ) કર્યુ છે. સાથે આ અંગેની માહિતી ટ્વિટ કરીને આપી છે. એટલુ જ નહિ બસપા અધ્યક્ષ માયાવતીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તેમજ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી પર ચૂંટણી દરમિયાન થયેલ હુમલાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.

બસપા પોતાના દમ પર લડશે પશ્ચિમ બંગાળની ચૂંટણીઃ માાયાવતી

બસપા પોતાના દમ પર લડશે પશ્ચિમ બંગાળની ચૂંટણીઃ માાયાવતી

બસપા અધ્યક્ષ તેમજ પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ શુક્રવારે(12 માર્ચ) બે ટ્વીટ કર્યા છે. ટ્વિટમાં માયાવતીએ પોતાના દમ પર પશ્ચિમ બંગાળની ચૂંટણી લડવાની વાત કહી છે. માયાવતીએ લખ્યુ, 'આ સાથે સાથે આ લેટેસ્ટ ઘટનાના કારણે અહીં પોતાના બળ પર પશ્ચિમ બંગાળ વિધાનસભા સામાન્ય ચૂંટણી લડનાર બસપાના બધા ઉમેદવારો, પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓં વગેરેને અપીલ છે કે તે પૂરી સાવધાની રાખીને પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે.'

મમતા બેનર્જી પર થયેલ હુમલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરોઃ માયાવતી

મમતા બેનર્જી પર થયેલ હુમલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરોઃ માયાવતી

ટ્વિટમાં માયાવતીએ લખ્યુ, 'પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તેમજ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીનુ ચૂંટણી દરમિયાન અચાનક ઘાયલ થવુ અત્યંત દુઃખદ તેમજ દૂર્ભાગ્યપૂર્ણ છે. કુદરત તેમના શીઘ્ર સ્વાસ્થ્ય લાભની કામના. સાથે જ ચૂંટણી પંચ દ્વારા પણ આને ગંભીરતાથઈ લઈને તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવી જરૂરી, બસપાની આ માંગ.'

મમતા બેનર્જી નંદીગ્રામમાં થઈ ગયા હુમલાનો શિકાર

મમતા બેનર્જી નંદીગ્રામમાં થઈ ગયા હુમલાનો શિકાર

વાસ્તવમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામમાં પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન સાંજે દૂર્ઘટનાનો શિકાર બની ગયા અને તેમના પગમાં ઈજા થઈ. જો કે મમતા તરફથી આરોપ લગાવામાં આવ્યો કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. વળી, ભાજપે આ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે.

નથી અટકી રહી કોરોનાની ગતિ, એક દિવસમાં મળ્યા 24882 નવા દર્દીનથી અટકી રહી કોરોનાની ગતિ, એક દિવસમાં મળ્યા 24882 નવા દર્દી

English summary
BSP will contest West Bengal elections on its own: Mayawati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X