આજથી બસપા બ્રાહ્મણ સંમેલનો આરંભ કરશે

bsp
લખનૌ, 4 મે : બહુજન સમાજ પાર્ટી (બસપા) તરફથી આજથી બ્રાહ્મણ સંમેલનનો આરંભ કરવામાં આવનાર છે. બસપા તરફથી યોજાનાર સૌપ્રથમ બ્રાહ્મણ સંમેલન સંતકબીર નગરના ખલીલાબાદમાં આયોજિત કરવામાં આવશે. આ સંમેલનમાં મુખ્ય અતિથી તરીકે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીષ મિશ્રા ઉપસ્થિત રહેશે. માનવામાં આવે છે કે આ સંમેલન લોકસભા ચૂંટણી 2014માં પાર્ટીની ઇમેજ માત્ર દલિતોની પાર્ટીથી બદલીને તમામ પ્રકારની સમાજ અને જાતિઓને આવકારતી પાર્ટી તરીકેની ઉપસાવવા માટેનો પ્રયાસ છે.

ખલીલાબાદ એ બસપા સાંસદ ભીષ્મશંકર ઉર્ફે કુશલ તિવારીનો સંસદીય મતવિસ્તાર છે. તેઓને પાર્ટીના પ્રભાવશાળી સાંસદ માનવામાં આવે છે. પાર્ટીનું માનવું છે કે કુશલ તિવારીના મત વિસ્તારમાંથી પાર્ટીના સૌપ્રથમ બ્રાહ્મણ સંમેલનનો આરંભ સારી રીતે કરી શકાશે.

ખલીલાબાદમાં યોજાઇ રહેલા આ સંમેલનમાં પાર્ટીના તમામ સાંસદો હાજર રહેશે. આ સાથે લોકસભા ચૂંટણી 2014 માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારો પણ આ સંમેલનમાં પહોંચે એવી ધારણા બાંધવામાં આવી રહી છે. પાર્ટીના તમામ કૉઓર્ડિનેટર્સ પણ તેમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે પાઠલા કેટલાક દિવસોમાં લખનૌના 12 દિવસના પ્રવાસ દરમિયાન બસપા પ્રમુખ માયાવતીએ પાર્ટીની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં પાર્ટીના રણનીતિકારો એ સમગ્ર વિસ્તારમાં બ્રાહ્મણ સંમેલન યોજવા માટેનો પાયો મૂક્યો હતો. આ રજૂઆતને માયાવતીએ લીલીઝંડી આપી હતી. માયાવતીની અનુમતિ બાદ બવે બસપા સમગ્ર ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ સંમેલનોનું આયોજન કરવા જઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X