For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022-23 કરાશે 1 ફેબ્રુઆરીએ રજૂ, નિર્મલા સીતારમણ પોતાનુ ચોથુ બજેટ રજૂ કરવા તૈયાર

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરશે. 2014માં સત્તામાં આવ્યા બાદથી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનુ દસમુ અને સીતારમણનુ ચોથુ બજેટ હશે. સંસદીય બાબતોના મંત્રાલયના અધિક મહાસચિવે એક પત્રમાં કહ્યુ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહોને સંબોધિત કરીને સંસદમાં બજેટ સત્રની શરુઆત કરશે.

Nirmala Sitaraman

બજેટ સત્રને પહેલો ભાગ જ્યાં 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે ત્યાં બીજો ભાગ 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. આને રાજ્યસભામાં રજૂ કરતા પહેલા સંસદના નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવશે. જો કે, બજેટના એક દિવસ પહેલા કેન્દ્રના સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવાની પણ સંભાવના છે. બજેટ આ વર્ષે એવા સમયમાં આવી રહ્યુ છે જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા કોવિડ-19 મહામારીની ચપેટમાં આવ્યા બાદ રિકવરીની રાહ પર છે.

જો કે, રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનુ અનુમાન 9.5 ટકા પર જાળવી રાખ્યુ છે પરંતુ સાવચેત કર્યા છે કે આર્થિક સુધારો હજુ પણ આત્મનિર્ભર અને ટકાઉ હોવા માટે પૂરતો મજબૂત નથી. પરિણામે જીડીપી અનુમાન આગળ જોવા માટે એક મહત્વપૂર્ણ સંખ્યા હશે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા મહિને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા મંત્રીઓ સાથે બજેટ પહેલા મંત્રણા બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગયા વર્ષે કેન્દ્રીય બજેટ પહેલી વાર કાગળ રહિત રજૂ કરવામાં આવ્યુ હતુ કારણકે નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વદેશી 'ખાતાવહી'ને બદલી દીધી અને એક ટેબલેટ પર સ્વિચ કરી દીધી. તેમણે ડિજિટલ સુવિધાના સરળ રુપનો ઉપયોગ કરીને સંસદ સભ્યો અને સામાન્ય જનતા દ્વારા બજેટ દસ્તાવેજોની મુશ્કેલી મુક્ત પહોંચ માટે 'કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ' લૉન્ચ કરી હતી. જો કે, હજુ સુધી આ વર્ષના બજેટને રજૂ કરવાના સ્વરૂપની ઘોષણા કરવામાં આવી નથી.

English summary
Budget 2022-23 will be presented on 1st February, Finance Minister Nirmala Sitaraman set for her 4th Budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X