Budget 2024 : બજેટમાં વિધાનસભા ચૂંટણી વાળા રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડને શું મળ્યું?
Budget 2024 : એનડીએ સરકારના પહેલા બજેટને લઈને વિપક્ષી પાર્ટીઓ સતત સવાલ ઉઠાવી રહી છે. આ બજેટને આવનારી વિધાનસભા ચૂંટણીઓને લઈને પણ જોવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે ઘણી જાહેરાતો થઈ છે. બિહારમાં હાઈવે માટે 26,000 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીના વિકાસ માટે 15,000 કરોડના ભંડોળની જાહેરાત કરવામાં આવી છે.

હવે એક સવાલ એ પણ છે કે આ વર્ષે જ્યાં ચૂંટણી યોજાવાની છે તે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડને આ બજેટમાં શું મળ્યું?
સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે સરકાર મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં તેના પ્રથમ બજેટમાં તિજોરી ખોલશે, જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જો કે, તેનાથી વિપરીત જોવા મળ્યુ છે.
ભૂતકાળમાં ચૂંટણીલક્ષી રાજ્યો પર શાસક પક્ષનું ફોકસ સ્પષ્ટપણે બજેટમાં પ્રતિબિંબિત થયું છે, પરંતુ આ વખતે એવું કંઈ થયું નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં આ ચૂંટણી રાજ્યો માટે કોઈ મહત્વની જાહેરાત કરી નથી.
જો કે, એવી કેટલીક જાહેરાતો છે જેમાં આ રાજ્ય અને ઓબીસી અને એસસી-એસટી કેટેગરીઝને આવરી લેવામાં આવી છે. આ જૂથની વાત અહીં એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે લોકસભામાં ભાજપ અને એનડીએની બેઠકો ઘટવાનું કારણ આ જૂથની નારાજગી હતી.
દેશના પૂર્વ ભાગમાં આવેલા રાજ્યોના વિકાસ માટે બજેટમાં પૂર્વોદય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશની સાથે ઝારખંડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યોજના હેઠળ માનવ સંસાધન વિકાસની સાથે સાથે માળખાકીય સુવિધાઓ અને આર્થિક પ્રગતિની તકો ઉભી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
