Budget 2024 : બજેટમાં કયા મંત્રાલયને કેટલા રૂપિયા મળ્યા? જાણો સૌથી આગળ કયા મંત્રીનુ નામ?
Budget 2024 : 2024 ના બજેટમાં પણ નરેન્દ્ર મોદી સરકારે મોટી મોટી વાતો કરી છે. કોઈ ખાસ જાહેરાત વગરના આ બજેટમાં ડેમેજ કંટ્રોલ વધારે દેખાઈ રહ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણેે બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ફોકસ રાખવાનો દાવો કર્યો છે અને આ વખતે પણ સામાન્ય બજેટમાં વિવિધ મંત્રાલય માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે.

2024-25ના બજેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને સૌથી વધુ નાણાં મળ્યા છે. આ મંત્રાલય નીતિન ગડકરી પાસે છે. નીતિન ગડકરીના પરિવહન મંત્રાલય માટે બજેટમાં 544128 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ યાદીમાં રક્ષા મંત્રાલય બીજા સ્થાને છે, જે રાજનાથ સિંહ પાસે છે. આ બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે 454773 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અમિત શાહના ગૃહ મંત્રાલય માટે 150983 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ સિવાય શિવરાજ સિંહ ચૌહાણના કૃષિ મંત્રાલય માટે બજેટમાં 151851 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલય માટે 89287 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ મંત્રાલય જેપી નડ્ડા પાસે છે આ સિવાય ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રાલય માટે 125638 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલય માટે 22155 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિકાસ માટે બજેટમાં 82577 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
આ સિવાય ઉર્જા મંત્રાલય માટે 68769 કરોડ રૂપિયા અને આઈટી અને ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય માટે 116342 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ સિવાય ગ્રામીણ વિકાસ માટે 265808 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. લોકસભામાં 2024-25નું બજેટ રજૂ કરતા નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે, આ વર્ષે મેં ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
