બુરાડી કેસઃ મૃતક લલિતના ભાઈએ 11 પાઈપો અંગે કર્યો મોટો ખુલાસો
દિલ્હીના બુરાડીમાં એક જ ઘરની અંદર 11 લોકોના મોત મામલે મૃતક લલિતના મોટા ભાઈ દિનેશ કહ્યુ છે કે આ આત્મહત્યાનો મામલો નથી અને તેને મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ નથી.
દિલ્હીના બુરાડીમાં એક જ ઘરની અંદર 11 લોકોના મોત મામલે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલિસની અત્યાર સુધીની તપાસમાં જે વાતો સામે આવી છે તે મુજબ આખો મામલો તંત્ર-મંત્રની ક્રિયાઓ સાથે જોડાયેલો છે જેનો સૂત્રધાર પરિવારનો નાનો પુત્ર લલિત હોઈ શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બધા 11 લોકોના મોત ફંદાથી લટકીને થવાની પુષ્ટિ થયા બાદ પોલિસની તપાસ હવે લલિત બાજુ વળી ગઈ છે. બીજી તરફ પોલિસના દાવા પર પરિવારના સભ્ય વિશ્વાસ નથી કરી રહ્યા. મૃતક લલિતના મોટા ભાઈ દિનેશ કહ્યુ છે કે આ આત્મહત્યાનો મામલો નથી અને તેને મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ નથી.

દિનેશઃ ‘વેંટિલેશન માટે લગાવાયા હતા પાઈપ'
મૃતક લલિતના ભાઈ દિનેશે જણાવ્યુ કે તેમના પરિવારની મોતનો મામલો આત્મહત્યા નથી. આ મામલે તપાસ થવી જોઈએ. દિનેશના જણાવ્યા અનુસાર પરિવારે ક્યારેય કોઈ બાબાનો સંપર્ક કર્યો નથી. ઘરની અંદર લાગેલા પાઈપ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે આ પાઈપ વેંટિલેશન માટે લગાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યુ કે ઘરની બાજુવાળો પ્લોટ ખાલી હતો જેનાથી હવાની અવરજવર માટે આ પાઈપ લગાવવામાં આવ્યા હતા.

શું કહી રહ્યો છે પરિવાર
દિનેશની પહેલા પરિવારની બીજી એક સભ્ય સુજાતાએ કહ્યુ કે પરિવારના 11 લોકોના મોતનો આ મામલો આત્મહત્યાનો નથી. તેમના પરિવારની હત્યા કરવામાં આવી છે. સુજાતાએ કહ્યુ કે પરિવાર તંત્ર-મંત્રની વાત ખોટી છે. કેસ ખતમ કરવા માટે પોલિસ આમ કરી રહી છે. હું આ પરિવારની દીકરી છુ. મને ના ખબર હોય તેમના ઘર વિશે.

પરિવારની હત્યા કરાઈ છેઃ બહેન સુજાતા
સુજાતાએ કહ્યુ કે તે માત્ર પૂજા પાઠ કરતા હતા. મારા ભાઈ પોતાની મા ની ઈજ્જત કરતા હતા. તે ક્યારેય પોતાની મા ની હત્યા ના કરી શકે. આખો પરિવાર ખુશીથી અને શાંતિપૂર્વક રહેતો હતો. તે કોઈ બાબા પર વિશ્વાસ નહોતા કરતા. પરિવારની હત્યા કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે ઘરનો ગેટ ખુલ્લો હતો. જે હાલત હતી તેના પરથી લાગે છે કે કોઈએ રાતે આવીને આમ કર્યુ છે.

શું કહી રહ્યા છે દિલ્હી પોલિસથી જોડાયેલા સૂત્રો
પરિવારના દાવાથી ઉલટુ દિલ્હી પોલિસની ક્રાઈમ બ્રાન્ચ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યુ છે કે લલિતની ભૂમિકા જ મુખ્ય છે. તે માનસિક રીતે સ્વસ્થ નહોતો અને તંત્ર-મંત્રની ક્રિયાઓમાં રચ્યો પચ્યો રહેતો હતો. લલિતના પિતાનું લગભગ 12 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયુ છે. લલિત પરિવારના બાકીના સભ્યોને કહેતો હતો કે પિતાની આત્મા તેની અંદર આવે છે અને તેને ખાસ નિર્દેશ આપે છે. લલિત પરિવારના લોકોને કહેતો કે તેના પિતાના આત્મા તેને નિર્દેશ આપે છે તે બધુ તે રજિસ્ટરમાં લખે છે. લલિત છેલ્લા ત્રણ વર્ષથી સતત રજિસ્ટરમા ધાર્મિક વાતો લખી રહ્યો હતો.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
