For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડીઃ મોતનો સામાન જાતે લાવ્યો હતો ભાટિયા પરિવાર, સીસીટીવી ફૂટેજ મળ્યા

રહસ્ય અને અંધવિશ્વાસના પડળોમાં લપેટાયેલી બુરાડીના 11 લોકોના મોત મિસ્ટ્રીમાં દિલ્હી પોલિસના હાથે હવે એક મહત્વનો પુરાવો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

રહસ્ય અને અંધવિશ્વાસના પડળોમાં લપેટાયેલી બુરાડીના 11 લોકોના મોત મિસ્ટ્રીમાં દિલ્હી પોલિસના હાથે હવે એક મહત્વનો પુરાવો લાગ્યો છે. આ મામલે શરૂઆતથી જ પરિવારના લોકો એ દાવો કરતા રહ્યા છે કે તેમના પરિવારજનોનું મોત હત્યા છે આત્મહત્યા નથી, કોઈ અંધવિશ્વાસના કારણે પણ નથી થયુ, કોઈ બહારના વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હવે આ કેસમાં દિલ્હી પોલિસની ક્રાઈમ બ્રાન્ચની ટીમને એ સીસીટીવી ફૂટેજ મળ્યા છે જેમાં દેખાઈ રહ્યુ છે કે ભાટિયા પરિવાર જાતે જ પોતાની મોતનો સામાન ઘરની અંદર લઈને આવ્યો હતો. (સીસીટીવી ફૂટેજ સમાચારના અંતમાં)

સીસીટીવી ફૂટેજમાં દેખાઈ વહુ સવિતા અને પુત્રી નીતુ

સીસીટીવી ફૂટેજમાં દેખાઈ વહુ સવિતા અને પુત્રી નીતુ

કેસની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાન્ચની ટીમs બુધવારે સંત નગરમાં ભાટિયા પરિવારના ઘરની બરાબર સામેના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરી. આ ફૂટેજમાં ચોખ્ખુ દેખાઈ રહ્યુ છે કે ભાટિયા પરિવારની મોટી વહુ સવિતા અને તેની દીકરી નીતુ બહારથી પાંચ સ્ટુલ લઈને ઘરની અંદર જઈ રહ્યા છે. આ એ જ સ્ટુલ છે જે ઘટના બાદ પોલિસને મૃતદેહો પાસેથી મળી આવ્યા હતા. પોલિસ હવે એ વાતની તપાસમાં લાગી છે કે ભાટિયા પરિવારની વહુ સવિતા અને તેની દીકરી નીતુ આ સ્ટુલ ક્યાંથી લાવી હતી.

ઘરની અંદર નથી આવ્યુ કોઈ બહારનું વ્યક્તિ

ઘરની અંદર નથી આવ્યુ કોઈ બહારનું વ્યક્તિ

દિલ્હી પોલિસે ફૂટેજની ઉંડાણપૂર્વક તપાસ કરી તો જાણવા મળ્યુ કે ઘટનાવાળી રાતે 10 વાગ્યા પછી સવાર સુધી બહારનું કોઈ પણ સભ્ય ઘરની અંદર આવ્યુ નથી. માત્ર જમવાનું આપવા માટે એક ડિલીવરીમેન આવ્યો હતો જે જમવાની ડિલીવરી કરીને પાછો જતો રહ્યો હતો. પોલિસનું માનવુ છે કે આ સામૂહિક હત્યા પાછળ મનોવૈજ્ઞાનિક બિમારીની થિયરી હોઈ શકે છે. આ પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે પરિવારના લોકોના મોત લટકવાના કારણે થયા છે.

ઘરમાં મળ્યા કેટલાક બીજા રજિસ્ટર

ઘરમાં મળ્યા કેટલાક બીજા રજિસ્ટર

મંગળવારે પોલિસને ભાટિયા પરિવારના ઘરમાંથી બીજા કેટલાક રજિસ્ટર મળી આવ્યા જેમાં એ જ પ્રકારની ધાર્મિક વાતો લખી હતી જેવી વાતો ઘટના સ્થળેથી પહેલા મળેલા રજિસ્ટરોમાં લખી હતી. આમાં લખ્યુ છે, "ઘરમાં ભગવાનની કૃપા સ્વયં આવી રહી છે. શક્તિ આપણા ઘરમાં જ છે. પછી પરિવારના લોકો બહાર કેમ જાય છે? મને આભાસ થઈ જાય છે કે ઘરના કામ કેમ અટકી રહ્યા છે. ઘરના કામ અટકવા પાછળ ક્યાં અને કેમ રુકાવટ છે? ભગવાનની મરજી હશે તો આપણી જૂની દુકાન ફરીથી નવી થઈ જશે. ઘરના લોકો દરેક કામમાં બેદરકારી કરે છે જેના સમાધાન માટે વડ પૂજા કરવી પડશે."

English summary
Burari Death Case: Police Found CCTV Footage, Family Members Carrying Stools Later Used For Hanging.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X