For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડીઃ ‘જ્યારે પાણીનો રંગ વાદળી થશે ત્યારે હું બચાવવા આવીશ'

એક કપમાં પાણી ભરીને રાખજો, જ્યારે એનો રંગ વાદળી થઈ જશે ત્યારે હું આવીશ અને તમને બધાને બચાવી લઈશ.

|
Google Oneindia Gujarati News

"એક કપમાં પાણી ભરીને રાખજો, જ્યારે એનો રંગ વાદળી થઈ જશે ત્યારે હું આવીશ અને તમને બધાને બચાવી લઈશ. અનુષ્ઠાન પૂરુ થયા બાદ બધા એકબીજાના બાંધેલા હાથ-પગ ખોલી દેશે." બુરાડીના જે ઘરમાં 11 લોકોના શબ મળ્યા છે તે ઘરમાંથી મળેલા એક રજિસ્ટરમાં આ વાત લખેલી છે. રજિસ્ટરમાં લખેલી આ વાતોથી એ સ્પષ્ટ છે કે નારાયણી દેવીના પરિવારને પૂરેપૂરો વિશ્વાસ હતો કે તેમને કંઈ થવાનુ નથી. તે માનીને ચાલી રહ્યા હતા કે તે જે કરી રહ્યા છે તે અનુષ્ઠાન છે અને ફાંસી લગાવવી અનુષ્ઠાનની એક સામાન્ય પ્રક્રિયા છે જેના પછી ભગવાન કે તેમના પિતા આવીને તેમને બચાવી લેશે અને તે ફરીથી સામાન્ય જીવન જીવી લેશે જેવુ પહેલા જીવતા હતા.

ફાંસી લગાવ્યા પહેલા કરી આગલા દિવસના નાસ્તાની તૈયારી

ફાંસી લગાવ્યા પહેલા કરી આગલા દિવસના નાસ્તાની તૈયારી

પોલિસ ટીમ જ્યારે ઘટનાની જાણકારી મળ્યા બાદ બુરાડીના તે ઘરમાં ગઈ તો તેમણે રસોડામાં જોયુ કે સવારના નાસ્તાની તૈયારી કરવામાં આવી હતી. એક વાસણમાં ચણા પલાડીને રાખ્યા હતા અને એક વાસણમાં દહી જમાવેલુ હતુ. મતલબ કે પરિવારને પૂરો વિશ્વાસ હતો કે ફાંસી લાગ્યા બાદ તે જીવિત થઈ જશે અને આગલા દિવસે બધા કામ પહેલાની જેમ કરશે.

"તમે મરશો નહિ, કંઈક મોટુ મેળવશો"

જાણકારી મુજબ બુરાડીના આ પરિવારને ફરીથી જીવિત થવાનો એટલો વિશ્વાસ હતો જેનો પુરાવો રજિસ્ટરમાં લખેલી એક બીજી વાતથી મળે છે. આમાં લખ્યુ છે, "અંત સમયમાં ઝટકો લાગશે, આકાશ હલી જશે, ધરતી કાંપી જશે પરમતુ તમે ગભરાતા નહિ, મંત્ર જાપ ઝડપી કરી દેજો, હું બચાવી લઈશ. તમે મરશો નહિ પરંતુ કંઈક મોટુ મેળવશો."

ફાંસી લાગ્યા બાદ મોત નહિ, ફળ મળવાનો ઉલ્લેખ છે

ફાંસી લાગ્યા બાદ મોત નહિ, ફળ મળવાનો ઉલ્લેખ છે

બુરાડીના તે ઘરમાંથી મળેલા રજિસ્ટરમાં મૃત્યુના દિવસ અને સમય જ લખેલો નથી પરંતુ કઈ રીતે મરવાનું છે તે પણ સ્પષ્ટ લખેલુ છે. આમાં લખ્યુ છે કે બધા આંખો પર પટ્ટી સરસ રીતે બાંધશે. પટ્ટી એવી રીતે બાંધો કે માત્ર શૂન્ય જ દેખાય. આ ઉપરાંત રસ્સી સાથે સુતરાઉ ચૂંદડી અને સાડીનો ઉપયોગ કરવાનો રહેશે. રવિવારે કે ગુરુવારને જ આ કામ માટે પસંદ કરીશુ. બેબે ઉભી ના થઈ શકે તો અલગ રૂમમાં આડા પડી શકે છે. પરિવારના બધા સભ્યોના વિચાર એક જેવા હોવા જોઈએ, ત્યારબાદ આગળના કામ દ્દઢતાથી શરૂ થશે. હાથોને બાંધવાની પટ્ટીઓ બચી જાય તો તેને આંખો પર ડબલ બાંધી લો. મોઢા પરની પટ્ટીને પણ રૂમાલ બાંધીને ડબલ કરી લો. જેટલી દ્દઢતા અને શ્રધ્ધા બતાવશો, ફળ એટલુ જ યોગ્ય મળશે. આ વાતોથી સ્પષ્ટ છે કે ફાંસી પર લટક્યા બાદ કોઈના મોત નહિ પરંતુ ફળ મળવાનો ઉલ્લેખ છે.

English summary
Burari Deaths Case: delhi Family Found Hanging Expected To Be Saved When Water Turns Blue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X