By Elections 2018 Results Live: કેરાનામાં તબસ્સુમ હસને જીત મેળવી
યુપીના કેરાના અને નૂરપુર સહિત અલગ અલગ રાજ્યોના ચાર લોકસભા અને દસ વિધાનસભા બેઠકો પર પરિણામનો દિવસ આજે છે.
India
oi-Anuj SP
By Prajapati Anuj
યુપીના કેરાના અને નૂરપુર સહિત અલગ અલગ રાજ્યોના ચાર લોકસભા અને દસ વિધાનસભા બેઠકો પર પરિણામનો દિવસ આજે છે. મત ગણતરી 8 વાગ્યે શરૂ થશે. લોકસભાના જે બેઠકો પર ઉપચુનાવ છે, તેમાં યુપીની ચર્ચિત કેરાના લોકસભા સીટ છે, મહારાષ્ટ્રના ભાંડારા-ગોદિયા અને પાલઘર સીટ અને નાગાલેંડની એક લોકસભા સીટ છે. આ ઉપરાંત, નૂરપુર (યુપી), પલુસ કાડેગાંઉ (મહારાષ્ટ્ર), જોકીહાટ (બિહાર), ગોમિયા અને સિલી (ઝારખંડ), ચેંગનૂર (કેરળ), અંપાતી (મેઘાલય), શાહકોટ (પંજાબ), થરાલી (ઉત્તરાખંડ) અને મહેશતલા (પશ્ચિમ બંગાળ) વિધાનસભા સીટો પર ઉપચુનાવ થયા છે.
આ ઈલેક્શનમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીની સાખ દાવ પર લાગી છે. વોટિંગ દરમિયાન ઘણા પોલિંગ બૂથ પર ગરબડી જોવા મળી હતી. ભાજપ ઉપર ફરી પોતાની સત્તા સાબિત કરવાનું દબાણ છે તો કોંગ્રેસ ગઠબંધન સાથે મેદાને પડી છે. તો એક નજર કરો મતગણતરીની લાઈવ અપડેટ પર....
May 31, 2018, 4:19 pm IST
ખેડૂતોના દેવા માફ કર્યા નહીં, તેમના જીવ ગયા, ભાજપા સરકારે જનતાને દગો આપ્યો છે: અખિલેશ યાદવ
Jo khel woh (BJP) humaare saath khelte the, wahi khel humne seekha hai unse. Yeh kaha gaya ki kisaanon ka karz maaf hoga, par hua kya? Balki kisaanon ki jaan chali gayi. Yeh bahot bada dhokha hai: Akhilesh Yadav, SP Party President. #BypollResults2018pic.twitter.com/xWremb5c6t
અખિલેશ યાદવે કહ્યું કે લોકતંત્રમાં વિશ્વાસ નહીં કરનારની હાર અને જનતાની જીત થયી છે. કેરાનામાં સત્તાધારીની હાર, દેશ તોડનાર રાજનીતિની હાર છે.
I want to congratulate all the people who voted for us. This is a defeat for those who do not believe in the democracy. People have given a befitting reply to the BJP: Akhilesh Yadav, Samajwadi Party President pic.twitter.com/RrBM0JCXqX
ઘણા લોકોએ ભાજપને વોટ આપ્યો, પરંતુ કેટલાક હજાર વોટોથી ગઠબંધન ઉમેદવારને જીત મળી. હવે અમે ભવિષ્ય માટે મજબૂત તૈયારી કરીશુ: મૃગાંકા સિંહ
Many voters did vote for BJP but with a lead of some thousand votes alliance has won. I would like to congratulate the candidate. The alliance has emerged strong and now we have to prepare better for future: Mriganka Singh, BJP Kairana candidate pic.twitter.com/yRbPc2g72Y
યુપીના કેરાના સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં ચાર લોકસભા 10 વિધાનસભા સીટો પર આજે પરિણામ જાહેર થશે.
1:28 AM, 31 May
વોટોની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. સુરક્ષાની બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 2019 લોકસભા ઈલેક્શન પહેલા આ ઉપચુનાવ પરિણામ ખુબ જ મહત્વના છે.
7:49 AM, 31 May
કેરાના, યુપીમાં, આરએલડીના ઉમેદવાર તબ્બાસુમ હસનને એસપી, કોંગ્રેસ અને બસપા દ્વારા ટેકો મળ્યો છે. ભૂતપૂર્વ સાંસદ હુકુમસિંહ ના મૃત્યુના કારણે ચૂંટણી જરૂરી હતી. તેમની પુત્રી મૃણંકા સિંહ (ભાજપ) આ મતવિસ્તારમાંથી ઉમેદવાર છે.
7:51 AM, 31 May
રાજરાજેશ્વરનગર મતવિસ્તાર માટે મતદાનની ગણતરી કરતા પહેલા કોંગ્રેસના સાંસદ ડી.કે. સુરેશે પત્રકાર પરિષદને સંબોધિત કરી. તેઓ રાજરાજેશ્વરનગર મતવિસ્તારમાં ઝુંબેશ ચલાવતા હતા. ડી.કે. સુરેશ કોંગ્રેસના વડાં ડી.કે. શિવકુમારના ભાઈ છે.
8:12 AM, 31 May
દેશની ચાર લોકસભા સીટ અને 10 વિધાનસભા સીટો માટે મત ગણતરી શરૂ થયી, સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી.
Counting of votes for Noorpur Assembly constituency & Kairana Parliamentary constituency to start shortly, visuals from a counting centre in Kairana. #UttarPradeshpic.twitter.com/ZGPOjlsrv0
લોકસભામાં નેઇફિયુ રિયોના રાજીનામાને કારણે નાગાલેન્ડમાં ઈલેક્શનની જરૂર હતી. નેઇફિયુ રિયો રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે.
8:22 AM, 31 May
કેરાનામાં કુલ 24 રાઉન્ડની ગણતરી થશે. મુખ્ય ચૂંટણી સ્પર્ધા આરએલડી ઉમેદવાર તબ્બાસુમ હસન અને ભાજપના મૃણંકા સિંહ વચ્ચે છે. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને નિષાદ પાર્ટી તબ્બાસુમ હસનના સમર્થનમાં છે.
8:39 AM, 31 May
પંજાબના શાહકોટ વિધાનસભા સીટ માટે વોટોની ગણતરી શરૂ થઇ ચુકી છે.
#Punjab: Visuals from a counting centre in Shahkot, counting of votes for the Assembly by-poll has begun. pic.twitter.com/gsw3i8Ds8O
યુપીની નુરપુર વિધાનસભા સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાઈમુલ હસન 9 હજાર વોટોથી આગળ. ભાજપની અવની સિંહ પાછળ ચાલી રહ્યા છે.
9:52 AM, 31 May
ઝારખંડની ગોમિયા વિધાનસભા સીટ પર થઇ રહેલા ઉપચુનાવમાં ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. સીલ્લી વિધાનસભા સીટ પર AJSU સુદેશ મહતો આગળ ચાલી રહ્યા છે.
#Jharkhand: Counting underway for Gomia & Silli Assembly constituencies, visuals from a counting centre in Gomia. All Jharkhand Students Union's Sudesh Mahto leading from Silli Assembly constituency, BJP leading from Gomia. pic.twitter.com/nuE7hZqdEb