શક્તિસિહ ગોહિલ ગુજરાત કોગ્રેસના પ્રમુખ તરીકેનો ચાર્જ આજે સંભાળશે
ગુજરાત કોગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે રવિવારે ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાધીને વંદન કર્યા બાદ ગાધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધી હજારો કાર્યકર્તા સાથે પદયાત્રા કરી હતી.

રવિવારે શક્તિસિંહ ગોહિલે કોગ્રેસ અધ્યક્ષનો પદભાર સંભાળ્યો નહોતો. શક્તિસિહ ગોહિલ આજે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રમુખ તરીકેનો પોતાના પદભાર સંભાળશે.
શક્તિસિહ ગોહિલે જણાવ્યુ હતુ કે, કોગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાધીનો આજે જન્મ દિવસ છે. જેથી તે આજના દિવસે પદભાર સંભાળશે. કોગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની કામગીરીના પણ તેમણે વખાણ કર્યા હતા. અને સાથે જ ગુજરાતની જતનાનો પણ આાભાર માન્યો હતો કે તેમણે તેમનો સાથા આપ્યો એટલા માટે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાધીજીએ સત્યને સાથે રાખીને અંગ્રેજો સામે લડત લડી હતી. દેશના લોકોએ પાપુને સાથ આપી આઝાદીની લડાઇ લડી હતી. હુ પણ મારી તાકાત પર નહી પણ બાપુની જેમ સત્યને સાથે લઇ ગુજરાતીઓના પ્રેમની માગ કરુ છુ.












Click it and Unblock the Notifications
