Bypoll Live Result in Gujarati: 14 રાજ્યોની 46 વિધાનસભા સીટ અને 2 લોકસભા સીટ પર મતગણતરી ચાલુ
Bypoll Live Result in Gujarati: ઝારખંડ અને મહારાષ્ટ્રના પરિણામની સાથે જ આજે 15 રાજ્યોની 48 વિધાનસભા સીટ અને 2 લોકસભા સીટ પર પેટાચૂંટણીના પરિણામ પણ આવશે. જો કે સિક્કિમની બે સીટ પર 30 ઓક્ટોબરે જ સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવાયા હતા. એવામાં હવે 14 રાજ્યોની 46 વિધાનસભા સીટના રિઝલ્ટ જાહેર થઇ રહ્યાં છે.

જેમાં ઉત્તર પ્રદેશની 9 સીટ અને કેરળની વાયનાડ લોકસભા સીટના પરિણામ પર પણ સૌની નજર રહેશે. જ્યાં-જ્યાં પેટાચૂંટણી થઇ તેમાં રાજસ્થાનની 7 સીટ, મધ્ય પ્રદેશની 2 સીટ, ગુજરાતની 1 સીટ, કર્ણાટકની 3 સીટ, બિહારની 4 સીટ, છત્તીસગઢની 1 સીટ, કેરળની 1 સીટ, આસામની 5 સીટ, મેઘાલયની 1 સીટ અને પશ્ચિમ બંગાળની 6 વિધાનસભા સીટ સામેલ છે.
આ ઉપરાંત પંજાબની 4 સીટ, કેરળ0 ઉત્તરાખંડની 1 સીટ સાથે મહારાષ્ટ્રની નાંદેડ અને કેરળની વાયનાડ લોકસભા સીટના પરિણામ જાહેર થશે. એવામાં પેટાચૂંટણી સાથે જોડાયેલ પળેપળની અપડેટ મેળવવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે...













Click it and Unblock the Notifications
