For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેબિનેટ બેઠકમાં મોદી સરકારનો મોટો નિર્ણયઃ 13 પોઈન્ટ રોસ્ટર ફગાવી, 200 પોઈન્ટવાળી સિસ્ટમ લાગુ

લોકસભા ચૂંટણીની બરાબર પહેલા નરેન્દ્ર મોદી સરકાર દલિત-આદિવાસીઓ અને ઓબીસીને સાધવાની કવાયતમાં છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીની બરાબર પહેલા નરેન્દ્ર મોદી સરકાર દલિત-આદિવાસીઓ અને ઓબીસીને સાધવાની કવાયતમાં છે. પ્રધાનમંત્રી આવાસ પર ગુરુવારે થયેલી બેઠકમાં 13 પોઈન્ટ રોસ્ટરને પલટીને 200 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ કરવા માટેના વટહુકમને મંજૂરી આપી દેવામાં આવી. ત્યારબાદ હવે યુનિવર્સિટીની નોકરીઓમાં પહેલા જેવુ અનામત મળશે. તમને જણાવી દઈએ કે ઓબીસી સંગઠન આનો વિરોધ કરી રહ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે મોદી સરકારની વર્તમાન કાર્યકાળમાં આ છેલ્લી કેબિનેટ બેઠક છે.

અરુણ જેટલીએ આપી માહિતી

અરુણ જેટલીએ આપી માહિતી

નાણામંત્રી અરુણ જેટલીએ આની જાણકારી આપી. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે આર્મ્ડ ફોર્સના એક્સ સર્વિસમેન, હેલ્થ સર્વિસ બધાને મળશે. ઈસીએચએસનો ફાયદો હવે શૉર્ટ સર્વિસ કમિશન હેઠળ આર્મીમાં આવેલા અને પ્રી મેચ્યોર રિટાયરમેન્ટ લેનારા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારને પણ મળશે. લગભગ 45 હજાર પૂર્વ સૈનિકો અને તેમના પરિવારના સભ્યોને આનો ફાયદો મળશે.
તેમણે જણાવ્યુ કે આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ થર્મલ પાવર પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા મુદ્દાઓ પર મંત્રીઓના સમૂહ દ્વારા કરવામાં આવેલી ભલામણોને મંજૂરી આપી દીધી છે. આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ ચીની મિલોને 2790 કરોડની વધારાની રકમની મંજૂરી આપી દીધી છે. દિલ્લી મેટ્રો ફેઝ 4 અને 3ના રૂટને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આમાં 24 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

જાણો 13 પોઈન્ટ રોસ્ટરમાં શું છે?

યુજીસી મુજબ 14થી ઓછા પદ જ્યાં હશે ત્યાં 13 પોઈન્ટ રોસ્ટર લાગુ થશે અને તેનાથી વધુ સીટો હશે તો 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરવામાં આવશે. 13 પોઈન્ટ રોસ્ટરમાં જણાવવામાં આવ્યુ છે કે કયા વર્ગ માટે કયો ક્રમ હશે. તે મુજબ પહેલુ, બીજુ અને ત્રીજુ પદ અનારક્ષિત હશે. જ્યારે ચોથુ પદ ઓબીસી કેટેગરી માટે. પછી પાંચમુ અને છઠ્ઠુ પદ અનારક્ષિત. ત્યારબાદ 7મું પદ અનુસૂચિત જાતિ માટે, 8મું પદ ઓબીસી અને પછી 9મું, 10મુ, 11મુ પદ અનારક્ષિત માટે. 12મું પદ ઓબીસી માટે, 13મું પદ ફરીથી અનારક્ષિત માટે અને 14મું પદ અનુસૂચિત જનજાતિ માટે હશે.

એટલે કે હવે કોઈ યુનિવર્સિટીમાં ચાર પદો માટે વેકેન્સી નીકળે તો ઓબીસીને, સાત પદો માટે નીકળે તો અનુસૂચિત જાતિને અને 14 પદોની નીકળે તો અનુસૂચિત જનજાતિને મોકો મળશે. સામાન્ય રીતે યુનિવર્સિટીના કોઈ એક વિભાગમાં ચાર પાંચથી વધુ સીટો હોતી નથી. 13 પોઈન્ટ રોસ્ટરનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવુ છે કે આ બહાને સરકાર અનામત સંપૂર્ણપણે ખતમ કરવા ઈચ્છે છે. 200 પોઈન્ટ રોસ્ટરમાં એકથી લઈને 200 નંબર સુધી અનામત કેવી રીતે લાગુ થશે તેનુ વર્ણન હતુ. આ હેઠળ 49.5 ટકા અનામત લાગુ થતુ અને બાકીની સીટ અનારક્ષિત હતી. વિપક્ષી પાર્ટીઓ અને દલિત કાર્યકર્તા 200 પોઈન્ટવાળા જૂના રોસ્ટરની માંગ કરી રહ્યા છે.

આના પર પણ લાગી કેબિનેટની મહોર

  • કેબિનેટના નુકશાનમાં ચાલી રહેલા થર્મલ પાવર પ્રોજેક્ટને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
    મંત્રીઓના સમૂહની ભલામણને મંજૂરી આપવામાં આવી છે. નાણામંત્રી અરુણ જેટલીની આગેવાનીમાં મંત્રીઓનો સમૂહ બન્યો હતો.
    હાઈડ્રો પાવર સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. હવે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે મળતા ફંડનો ઉપયોગ હાઈડ્રો પાવર કંપની કરી શકશે.
    ચિનાબ વેલી પાવર પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડમાં NHPCના રોકાણને મંજૂરી.
    સિક્કિમમાં 500 મેગાવોટના Lanco તીસ્તા હાઈડ્રો પ્રોજેક્ટના અધિગ્રહણને મંજૂરી.
    બિહારના બક્સરમાં 660 મેગાવોટના બે ત્રણ થર્મલ પાવર પ્લાન્ટને મંજૂરી.
    ઉત્તરપ્રદેશના ખુર્જામાં સુપર થર્મલ પાવર પ્લાન્ટ 1320 મેગાવોટ શરૂ કરવા માટે રોકાણને મંજૂરી.
    મધ્યપ્રદેશમાં એમોનિયા કોલ માઈન્સમાં કામ શરૂ કરવા માટે રોકાણને મંજૂરી.
    દિલ્લી મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 4 ને મંજૂરી. ફેઝ 4 હેઠળ દિલ્લીના એરોસિટીથી તુગલાબાદ, આર કે આશ્રમથી જનકપુરી પશ્ચિમ, મુકુંદપુરથી મોજપુર સુધી મેટ્રો લાઈનને મંજૂરી.

આ પણ વાંચોઃ પાકે અભિનંદન પર ગુજાર્યા ઘણા જુલમ, દેશના રાઝ જાણવા આ રીતે કર્યા ટોર્ચરઆ પણ વાંચોઃ પાકે અભિનંદન પર ગુજાર્યા ઘણા જુલમ, દેશના રાઝ જાણવા આ રીતે કર્યા ટોર્ચર

English summary
Cabinet approves HRD Ministry’s plan to restore 200-point reservation roster in universities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X