For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી કેબિનેટનો મોટો ફેસલો, POCSO એક્ટમાં અપરાધીઓને મળશે મોતની સજા

POCSO એક્ટમાં હવે બળાત્કારીઓને મળશે મોતની સજા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શુક્રવારે કેબિનેટની બેઠકમાં કેટલાય મહત્વના ફેસલા લીધા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ ફેસલો બાળકોના ગંભીર યૌન અપરાધોથી બાળકો માટે પોક્સો એક્ટ અંતર્ગત કરવામાં આવેલ છે. આ ફેસલાની જાણકારી આપતા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે બાળકોના યૌન શોષણ તથા હુમલાથી બચાવવા માટે બનેલ પોક્સો એક્ટમાં સજાની અવધી વધારવાનો ફેસલો લેવામાં આવ્યો છે.

POCSO act

શુક્રવારે કેબિનેટ બેઠકમાં યૌન અપરાધોથી બાળકોને સંરક્ષણ પોક્સો અધિનિયમમાં સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે. જે અંતર્ગત બાળકોને સેક્સ્યુઅલી હુમલાથી બચાવવા માટે કેટલીય કલમોમાં બદલાવ કરવાની વાત કહેવામાં આવી છે. બાળકો વિરુદ્ધ યૌન અપરાધોની આકરી સજાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે પોક્સો અંતર્ગત ગંભીર સેક્સ અપરાધો માટે મોતની સજાના પ્રાવધાનને પણ મંજૂરી આપી દીધી છે.

આ ફેસલા અંતર્ગત 12 વર્ષથી ઓછા ઉંમરની બાળકીઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટનાઓને અંજામ આપનાર દોષીને મોતની સજા મળશે. પોક્સો એક્ટ 2012 બનાવ્યો હતો. વર્ષ 2012માં બનાવેલ આ કાયદા અંતર્ગત વિવિધ અપરાધો માટે વિવિધ પ્રકારની સજા નક્કી કરવામાં આવી છે. પરંતુ આ સંશોધનોને પગલે હવે આ કાયદો વધુ મજબૂત થઈ ગયો છે.

આ પણ વાંચો- વડોદરા પોલિસનું સંસ્કારી ફરમાન, નવા વર્ષની ઉજવણીમાં મહિલાઓ નાના કપડા ના પહેરો

English summary
Cabinet has approved death penalty in aggravated sexual offences under POCSO Act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X