અગસ્તા ડીલઃ સંસદમાં રજૂ કરાયો કેગનો અહેવાલ

vvip-chopper-deal
નવી દિલ્હી, 13 ઑગસ્ટઃ અંદાજે 3500 કરોડ રૂપિયાના વીવીઆઇપી હેલીકોપ્ટર અગસ્તા ખરીદીમાં દલાલી લેવાના આરોપો બાદ નિયંત્રક અને મહાલેખા પરિક્ષક એટલે કે કેગે આ સોદામા અનેક નવા ખુલાસા કર્યા છે. સંસદમાં મંગળવારે રજૂ કરાયેલા કેગ રીપોર્ટમાં રક્ષા મંત્રાલયને આ સોદા મામલે અનેક ગેરરીતિઓને લેઇને શંકાના ઘેરામા લાવી દીધું છે. સાથે જ રક્ષા ખરીદ નીતિના અનેક પ્રાવધાનોથી ભટકવા માટે મંત્રાલયની ટીકા કરવામાં આવી છે.

સંસદમાં રજૂ કરવામાં આવેલા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અગસ્તા વેસ્ટલેન્ટના AW-101 હેલીકોપ્ટરનું ટ્રાયલ એ જ રીતે એક ડમી હેલીકોપ્ટર પર કરવામાં આવ્યું, કારણ કે તે સમય સુધી અગસ્તા વેસ્ટલેન્ડ AW-101 હેલીકોપ્ટર નિર્માણાધીન હતું. આ ટ્રાયલથી ટેન્ડરમાં શોર્ટલિસ્ટ કરવામાં આવેલા બે અલગ વેન્ડરોને બરાબર તક મળી નહોતી.

સાથે જ ડીપીપી દ્વારા 2006માં હેલીકોપ્ટરની કિંમતો નક્કી કરવા માટે ગાઇડ લાઇન નક્કી કરવામાં આવી. ત્યારબાદ સોદાની રકમ 4871.5 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી જે ઘણી જ વધારે હતી. રિપોર્ટમાં એ વાત પણ કરવામાં આવી છે કે, AW-101 હેલીકોપ્ટરની સમીક્ષા 2002માં એ કારણે નહોતી કરવામાં આવી, કારણ કે તે 4572 મીટરની ઉંચાઇ સુધી ઉડી શકતું હતું, જ્યારે માંગ 6000 મીટરની ઉંચાઇ સુધી ઉડનારા હેલીકોપ્ટરની કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X