For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનરેગા પર સીએજી રિપોર્ટ, પરવાનગી વગર થયું કરોડોનું કામ

|
Google Oneindia Gujarati News

cag
નવી દિલ્હી, 23 એપ્રિલ: મનરેગા પર સીએજીનો રિપોર્ટ સરકાર માટે માથાનો દુ:ખાવો બની શકે છે. રિપોર્ટ અનુસાર મનરેગા અંતર્ગત લગભગ 2252 કરોડનું એવું કામ થયું છે જેની પરવાનગી મળી જ ન્હોતી. એટલું જ નહીં રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મનરેગામાં રોજગારમાં ઘટાડો આવ્યો છે. 2009-10માં 54 દિવસોના રોજગારની સરખામણીમાં 2011-12માં 43 દિવસ રહી ગયું છે.

રિપોર્ટમાં રાજ્ય સરકારોને પણ જવાબદાર ગણાવવામાં આવી છે. બિહાર, મહારાષ્ટ્ર અને યુપીએ માત્ર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 20 ટકા રકમનો જ ઉપયોગ કર્યો છે. છ રાજ્યોના 12000થી વધારે પરિવારોને જોબ કાર્ડ આપવામાં આવ્યા નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મનરેગા યોજના વાસ્તવમાં સારી યોજના છે, પરંતુ સરકારી નીતિયોના કારણે તેનું યોગ્ય રીતે સંચાલન થઇ રહ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા યોજના હેઠળ કામ કરનારાઓ મજૂરોને તેમનું વેતન નહી મળવાની ઘટનાઓ પણ સામે આવી છે. તેમજ સરપંચો દ્વારા લોકોના રૂપિયા ખાઇ જવાના તેમજ ખોટા નામથી સો દિવસનો રોજગાર સરકારી બાબુઓ પોતાના ખિસામાં નાખવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. સીએજીનો આ રિપોર્ટ કોંગ્રેસ માટે વધું લપડાક સાબિત થશે.

English summary
CAG audit report points to irregularities in implementation of MGNREGA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X