For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારદા સ્ટિંગ કેસમાં ટીએમસી નેતાઓને કોલકાતા હાઈકોર્ટે જામીન આપ્યા

નારદા સ્ટિંગ કેસમાં ટીએમસી નેતાઓને કોલકાતા હાઈકોર્ટે જામીન આપ્યા

|
Google Oneindia Gujarati News

નારદા સ્ટિંગ કેસમાં ધરપકડ કરાયેલ પશ્ચિમ બંગાળ સરકારના બે મંત્રીઓ સહિત ચાર નેતાને કોલકાતા હાઈકોર્ટે કામચલાઉ જામીન આપ્યા છે. શુક્રવારે કોલકાતા હાઈકોર્ટે ચારેય નેતાઓને બે લાખ રૂપિયાના અંગત બૉન્ડ પર કેટલીક શરતો સાથે જામીન આપી દીધા છે. સીબીઆઈએ ગત અઠવાડિયે નારદા સ્ટિંગ કેસમાં ટીએમસી સરકારના મંત્રી ફિરહાદ હાકિમ, સુબ્રત બેનરજી, ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર સોવન ચેટરજીની ધરપકડ કરી હતી. જે બાદ આ નેતાઓ કોર્ટના આદેશ પર ઘરે જ નજરકેદ હતા.

narada case

ચારેય નેતાઓને કામચલાઉ જામીન આપતાં કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે તપાસમાં તેઓ સીબીઆઈનો સહયોગ કરશે. સાથે જ નારદા મામલે પેન્ડિંગ મુકાબલા પર કોઈ પ્રેસ કોન્ફ્રેન્સ નહીં કરે.

નારદા સ્ટિંગ ટેપ કેસમાં કેબિનેટ મંત્રી ફિરહાદ હકીમ અને સુબ્રત મુખરજી, ટીએમસી ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર સોવન ચેટરજીના ઘરે રેડ બાદ સીબીઆીએ 17 મેના રાજો તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈની વિશેષ અદાલતે ચારેયને 17મી મેના રોજ જામીન આપી દીધા હતા. બાદમાં કોલકાતા હાઈકોર્ટે ચારેયને હાઉસ અરેસ્ટમાં મોકલી દીધા હતા. હાઉસ અરેસ્ટના આદેશને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અરજી ફગાવી દીધી હતી.

નારદા સ્ટિંગ ટેપ પશ્ચિમ બંગાળમાં 2016ની વિધાનસભા ચૂંટણી પહેલા સામે આવી હતી. આ સ્ટિંગ 2014માં કરાયું હતું. આ સ્ટિંગમાં કથિત રીતે કેટલાક ટીએમસી નેતાઓ રિશ્વત લેતા જોવા મળ્યા હતા. આ સ્ટિંગમાં ફરહાદ હકીમ, સુબ્રત મુખરજી, મદન મિત્રા અને ચેટરીના નામ સામે આવ્યાં હતાં. આ સ્ટિંગ ઓપરેશન નારદ ન્યૂજ પોર્ટલે કર્યું હતું. કોલકાતા હાઈકોર્ટે આ મામલે 2017માં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. જે બાદથી સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.

જણાવી દઈએ કે સોવન ચેટરજી હાલ ટીએમસીમાં નથી. જ્યારે ફરહાદ હકીમ અને સુબ્રત મુખરજી આ સમયે રાજ્ય સરકારમાં મંત્રી અને મદન મિત્રા ટીએમસીના ધારાસભ્ય છે. સ્ટિંગમાં જોવા મળતા કેટલાક નેતા હવે ભાજપમાં જોડાઈ ગયા છે.

English summary
Calcutta High Court grants interim bail to TMC leaders arrested in Narada case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X