For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પીડીપીને સમર્થન આપવના માટે તૈયાર: ગુલામ નબી આઝાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ડિસેમ્બર: જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યા છે અને રાજ્યમાં કોઇ પણ સરકારને પૂર્ણ બહુમતી મળતી નથી દેખાઇ રહી. જનતાના વોટ ચારેય મુખ્ય પાર્ટીઓમાં વહેંચાઇ ગયા છે. જેના કારણે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ બનતી દેખાઇ રહી છે. ચૂંટણી પરિણામોમાં જમ્મુમાં તો મોદીની લહેરની અસર દેખાઇ છે પરંતુ ઘાટીમાં પાર્ટીનું ખાતું ખુલતું દેખાઇ નથી રહ્યું.

પરંતુ અત્યાર સુધી આવેલા ચૂંટણીના પરિણામો બતાવી રહ્યા છે કે પીડીપી સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી રહી છે પરંતુ તે ભાજપ અથવા કોંગ્રેસના સમર્થન વગર સરકાર બનાવી શકે તેમ નથી. આ સ્થિતિ અંગે કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમે પીડીપીની સાથે જઇ શકીએ છીએ, માટે હવે જે નિર્ણય લેવાનો છે તે પીડીપીએ લેવાનો છે, અમને કોઇ વાંધો નથી.

election
આપને જણાવી દઇએ કે પીડીપી 37 બેઠકો પર બઢત બનાવી ચૂકી છે તો જમ્મુ-કાશ્મીરમાં સત્તારૂઢ નેશનલ કોંફ્રેંસ 11 બેઠકો પર સમેટાતી દેખાઇ રહી છે. વર્ષ 2008ના ચૂંટણી પરિણામમાં તેને 28 બેઠકો મળી હતી, તો મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સોનવાર બેઠક પરથી હારી ગયા છે, જોકે તેઓ બીરવાહ બેઠક પર પોતાની જીત નોંધાવી છે. હાલમાં આ સમયે કડકતી ઠંઠીમાં કાશ્મીરનું રાજકીય પારો ખૂબ જ ગરમ થઇ ગયો છે, જોવાનું એ રહ્યું કે હવે પીડીપી કોની તરફ જવાનો નિર્ણય લે છે.

અત્રે નોંધનીય છે કે અમિત શાહે પ્રેસ કોંફરન્સમાં જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાના તમામ વિકલ્પો ખુલ્લા છે તેવું જણાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં તેમને બહુમતી મળી નથી, આવી સ્થિતિમાં ભાજપ શું કરશે? એવા પ્રશ્નના જવાબમાં શાહે જણાવ્યું કે 'ભારતીય જનતા પાર્ટી કાશ્મીરમાં સારી સરકાર બનાવવા માટે તૈયાર છે, તેના માટે તે કોઇ પણ પાર્ટીનું સમર્થન લઇ શકે છે, કોઇને પણ સરકાર બનાવવા માટે સમર્થન આપી શકે છે, કોઇની પણ સાથે સરકારમાં સામેલ થઇ શકે છે, ભાજપ દરેક વિકલ્પ માટે તૈયાર છે.'

English summary
Call has to be taken by PDP if they want to go with secular or communal forces said Ghulam N Azad on post-poll alliance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X