મોદીને રોકવા માટે હાથ મિલાવશે કટ્ટર દુશ્મનો, મમતા અને લેફ્ટ!
નવી દિલ્હી, 6 મે: એવું લાગે છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રાજકીય દુશ્મનોને પણ સાથે લાવી દીધા છે. વારાણસીમાં મોદીને રોકવા માટે એક બીજાના કટ્ટર વિરોધી મનાતા અજય રાય અને મુખ્તાર અંસારી હવે સાથે આવી ગયા છે, જ્યારે બીજી બાજું પશ્ચિમ બંગાળમાં નવી દોસ્તીનું અંકુર ફૂટવા જઇ રહ્યું છે. આમ તો મમતા બેનર્જી અને લેફ્ટ એકબીજાના ચીર વિરોધી છે, પરંતુ સીપીઆઇનું માનવું છે કે તેઓ મોદીને રોકવા માટે કંઇ પણ કરી શકે છે.
સીપીઆઇ નેતા એબી વર્ધને જણાવ્યું છે કે રાજનૈતિક કારણોથી તેમને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું પડશે તો તેઓ એ પણ કરવા માટે તૈયાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ધનના આ નિવેદન પર મમતા બેનર્જીની પાર્ટી તરફથી હજી સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. મમતા બેનર્જીનો લેફ્ટ વિરોધ જગજાહેર છે. 2011માં લેફ્ટ ફ્રંટની સરકારને હરાવ્યા બાદ મમતાએ હંમેશા પશ્ચિમ બંગાળની દુર્દશા માટે લેફ્ટને જ જવાબદાર ઠેરવ્યું છે. જોકે તે મોદીના વિરોધમાં લેફ્ટનો રાઇટ હાથ પકડે છે કે નહીં તે તો સમય જ બતાવશે.












Click it and Unblock the Notifications
