For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

272ના ચક્રવ્યૂહ તોડવો ભાજપ માટે ડાબા હાથનો ખેલ નથી

|
Google Oneindia Gujarati News

લોકસભાના ખજાના સુધી પહોંચવા માટે ભાજપે મિશન 2014ની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ મિશન સામે કોંગ્રેસની ચૂપકીદી જોતા ભાજપને એમ લાગી રહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરીને તેમના હાથમાં ખજાનાની માસ્ટર કી આવી ગઇ છે. જો કે ભાજપે સમજી લેવાની જરૂર છે કે લોકસભા ચૂંટણી 2014 7 કોઠાવાળો નહીં પણ 28 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો મળીને 35 કોઠાવાળો ચક્રવ્યૂહ છે. આ ચક્રવ્યૂહને ભેદવો ભાજપ માટે ડાબા હાથનો ખેલ તો નથી જ પણ ટીમ ભાજપા માટે મોટો પડકાર છે.

ભાજપે આ ચક્રવ્યૂહને ભેદવા માટે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તનનો અટકાવવું જ પડશે સાથે પોતાના પ્રતિદ્વંદીઓની ચાલને સમજીને તેને કાપવા માટેના યોગ્ય રસ્તાઓ પણ અપનાવવા પડશે. ભાજપ એમ માનતો હોય તો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને આધારે તેઓ 'બડે આરામ સે' લોકસભા ચૂંટણી 2014 જીતી શકશે તો તે ભૂલ ભરેલું છે.

ભાજપે નરેન્‍દ્ર મોદીની લોકપ્રિયતાના સહારે લોકસભાની ચૂંટણી માટે ‘મિશન 272 પ્‍લસ'નું એલાન તો કરી દીધું છે પરંતુ તેને આ સફળતા મળશે કે નહી? સફળતા મેળવવાના માર્ગમાં કેવા કેવા કોઠા વીંધવા પડશે તે આવો જાણીએ...

નરેન્દ્ર મોદીએ તૈયારી આરંભી

નરેન્દ્ર મોદીએ તૈયારી આરંભી

દિલ્હીની ગાદીએ પહોંચવા માટે 272ના જાદુઇ આંકનું મહત્વ અને તેને પ્રાપ્ત કરવાનું કેટલું અઘરું છે તે નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે. આ માટે જ નરેન્દ્ર મોદીએ ઘણા સમય પહેલાથી મહેનત શરૂ કરી છે. કારણ કે નરેન્દ્ર મોદીનો મહત્તમ જાદુ અને પ્રભાવ ગુજરાતમાં છે. ભાજપ દેશના હિન્દી બેલ્ટ એટલે કે ઉત્તર ભારતમાં સારી પકડ ધરાવે છે. પણ બાકીના 75 ટકા ભારતનું શું? આ માટે જ નરેન્દ્ર મોદીએ યુપીમાં પોતાના ખાસ અમિત શાહને પ્રભારી બનાવ્યા છે.

ઉત્તર ભારતમાં પકડ મજબૂત બનાવવી પડશે

ઉત્તર ભારતમાં પકડ મજબૂત બનાવવી પડશે

હિન્‍દી બેલ્‍ટમાં પણ લોકસભા માટે સૌથી વધુ 80 બેઠકો આપતા યુપીમા ભાજપ અત્‍યારે ત્રીજા થી ચોથા સ્‍થાને છે. માત્ર નમો નમોના જાપના સહારે પક્ષ યુપીમાંથી 40 બેઠકો મેળવવાની આશા રાખી રહ્યો છે પરંતુ જમીન પરની હકીકતથી પક્ષ પણ અવગત છે. આ માટે ઉત્તર ભારતમાં પોતાની પકડ વધારે મજબૂત બનાવવી પડશે.

બિહારથી તૌબા તૌબા

બિહારથી તૌબા તૌબા

બિહારમાં જેડીયુથી અલગ થયા બાદ ભાજપ પહેલા તો મૂંઝવણમાં મૂકાઇ ગયો હતો પરંતુ હવે પક્ષે ત્‍યાંથી સારા પરિણામોની આશા રાખી છે. આ માટેનું કારણ એ છે કે ભાજપ અને જેડીયુ છુટા પડ્યા બાદ બિહારમાં અનેક એવી ઘટનાઓ બની છે જેનાથી નીતિશની ટીકા થઈ છે. વળી બિહાર ભાજપના નેતાઓ અને કાર્યકરો નરેન્દ્ર મોદીને સંપૂર્ણ ટેકો આપી રહ્યા છે.

જ્ઞાતિવાદથી બચકે રહેના રે બાબા

જ્ઞાતિવાદથી બચકે રહેના રે બાબા

ભાજપનું માનવું છે કે ઉત્તરપ્રદેશ અને બિહારમાં ચૂંટણીમાં જ્ઞાતિવાદ મોટી ભૂમિકા ભજવે છે. આ માટે ભાજપ મોદીને પછાત નેતા તરીકે રજૂ કરે તેવી શકયતા છે. જ્ઞાતિવાદનું પરિબળ બાજીને ઉલટ સુલટ કરવાની તાકાત ધરાવે છે આથી જ્ઞાતિવાદના પરિબળ સામે ભાજપે સાવધાની પૂર્વક પોતાની ચાલ ચાલવી પડશે.

નાના રાજ્યોને પણ મહત્વ

નાના રાજ્યોને પણ મહત્વ

ઉત્તરાખંડ, દિલ્‍હી, હરીયાણા, હિમાચલ, રાજસ્‍થાન, મધ્‍ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ જેવા હિન્‍દી ભાષી રાજ્‍યોની સાથે પંજાબ, કર્ણાટક, મહારાષ્‍ટ્ર, ઓરિસ્‍સા, આસામ જેવા રાજ્‍યોને પણ સામેલ કરી દઈએ તો પણ આ રાજ્‍યમાં લોકસભાની 543 બેઠકોમાંથી 350થી ઓછી બેઠકો છે. આમ છતાં ભાજપે નાના રાજ્યોને પણ મહત્વ આપવું જજૂરી છે, કારણ કે નાના રાજ્યોમાં પણ નાના નાના પર વિજય મેળવીને દિલ્હીનો માર્ગ સરળ બનાવી શકાય એમ છે.

દક્ષિણ ભારતમાં ક્યા કરે ક્યા ના કરે

દક્ષિણ ભારતમાં ક્યા કરે ક્યા ના કરે

ભાજપને પૂર્વોત્તરના નાના નાના રાજ્યો જેવા કે આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર જેવા રાજ્‍યોમાંથી બેઠક મળવાની આશા છે. જો કે સૌથી મોટો પડકાર દક્ષિણ ભારતીય રાજ્યો અને બંગાળનો છે. ભાજપે કર્ણાટકમાં માંડ માંડ પોતાનું ખાતું ખોલાવ્યું હતું પરંતુ યેદીયુરપ્પા સાથેના સંબંધોમાં કડવાશ આવતા નવો પડકાર ઉભો થયો છે. તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં સ્થાનિક પક્ષોના જબરદસ્ત પ્રભાવને તોડવો લગભગ અશક્ય છે.

સાથી હાથ મિલાના, હમેં આગે બઢાના

સાથી હાથ મિલાના, હમેં આગે બઢાના

ભાજપ લોકસભા ચૂંટણીમાં સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપવાની રહી છે. જ્યાં લડવું પડે ત્યાં લડાઇ અને જ્યાં મિત્રતાથી કામ નીકળતું હોય ત્યાં દોસ્તીનો હાથ લંબાવશે. જયલલિતા અને મોદીની મિત્રતાને કારણે તમિલનાડુમાં ભાજપ અન્‍ના ડીએમકે સાથે ગઠબંધન કરે તેવી શકયતા છે. જ્‍યારે કર્ણાટકમાં યેદીયુરપ્‍પાની મદદથી ભાજપ જૂનો આંકડો પ્રાપ્‍ત કરવા માગે છે.

કેન્દ્રમાં એન્ટિઇન્કમ્બન્સીનો લાભ BJPને મળવાની આશા

ભાજપ સારી રીતે જાણે છે કે હિન્‍દી ભાષી વિસ્‍તારોની બેઠકો કોંગ્રેસ, સપા, આરજેડી, એલજેપી, આરએલડી જેવા પક્ષોમાં વહેંચાશે. આવા સમયે ભાજપને આશા છે કે કેન્દ્રની યુપીએ સરકારે કરેલા ભ્રષ્ટાચાર, મોંધવારીમાં વધારો જેવા કારણોથી લોકો તેનાથી ત્રસ્ત થઇ ગયા છે. આ કારણે કેન્દ્રમાં એન્ટિઇન્કમ્બન્સી ફેક્ટર કામ કરશે. જેનો લાભ ભાજપને મળશે. લોકો કેન્‍દ્રમાં પરિવર્તન ઈચ્‍છે છે અને લોકો સામે ભાજપ એક માત્ર વિકલ્‍પ છે. આ વિકલ્પની પસંદગી માટે નરેન્દ્ર મોદીનું નામ મેજિક ચલાવશે.

English summary
Can BJP break chakravyuh of 272 with help of Narendra Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X