For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું Pfizer કોવિડ-19 વેક્સીનને મંજૂરી મળી શકે છે? શું કહે છે નિયમ?

શું Pfizer કોવિડ-19 વેક્સીનને મંજૂરી મળી શકે છે? શું કહે છે નિયમ?

|
Google Oneindia Gujarati News

અમેરિકી ફાર્મા કંપની ફાઈઝર (Pfizer) અને તેની ભારતીય એકમે તેમના દ્વારા વિકસિત કરવામા આવેલી કોવિડ 19 વેક્સીનના દેશમાં આપાતકાલીન ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક પાસે અરજી આપી છે. ફાઈઝરનો અનુરોધ છે કે, બ્રિટેન અને બેહરીનમાં કોવિડ-19 રસીના ઉપયોગની મળેલ મંજૂરી બાદ આવ્યો છે. એવામાં સવાલ ઉઠે છે કે શું Pfizerની કોવિડ 19 વેક્સીનને દેશમાં મંજૂરી મળી શકે છે?

Pfizer

સૂત્રો મુજબ નિયમ કહે છે કે જે વેક્સીન કૈંડિડેટે ભારતમાં ટ્રાયલ નથી કર્યું તેને વેક્સીન આપવાની મંજૂરી નથી આપી શકાતી પરંતુ હાલની સ્થિતિને જોતાં કહી શકાય ચે કે આવી પરિસ્થિતિ ભારત સામે પહેલાં ક્યારેય નહોતી આવી કેમ કે કોરોના એક વૈશ્વિક મહામારી છે અને ભારત બીજો સૌથી પ્રભાવિત દેશ છે. માટે બની શકે કે અપવાદ અંતર્ગત ભારત મંજૂરી આપવા વિશે વિચારી શકે છે આ ઉપરાંત પણ એક મુદ્દો છે જેને અવગણી ના શકાય.

વેક્સીન સ્ટોરેજનું તાપમાન

ભારતમાં ક્યારે આવશે વેક્સીન, કેવી રીતે થશે રસીકરણઃ AIIMS નિર્દેશકે આપી સંપૂર્ણ માહિતીભારતમાં ક્યારે આવશે વેક્સીન, કેવી રીતે થશે રસીકરણઃ AIIMS નિર્દેશકે આપી સંપૂર્ણ માહિતી

ભારતમાં મોટાભાગની વેક્સીનને સ્ટોર કરવા માટે તાપમાન 2થી 8 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. કેટલીક વેક્સીન એવી છે જેને સ્ટોર કરવા માટેનું તાપમાન માઈનસ 20 ડિગ્રી સુધી હોવું જોઈએ જ્યારે Pfizer વેક્સીનનું સ્ટોરેજ ટેમ્પરેચર માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ છે. એવામાં સવાલ છે કે જ્યારે ભારત પાસે આવી સ્ટોરેજની સુવિધા જ નથી તો પછી આવી વેક્સીનને મંજૂરી આપવાથી શું ફાયદો થશે?

English summary
Can the Pfizer Covid-19 vaccine be approved? What does the rule say?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X