કેનેડિયન રાજદ્વારીઓ ભારતના આંતરિક મામલામાં દખલ કરતા હોવાનો આરોપ, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે?

ભારત સહિત દુનિયાભરમાં ખાલિસ્તાનનું ભુત ફરીથી ધુણી રહ્યું છે. આ જ કારણ છે કે આજે ભારત અને કેનેડાના સંબંધો સૌથી ખરાબ સ્થિતીમાં પહોંચી ગયા છે. હવે ભારતે કેનેડિયન રાજદ્વારી પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને કેનેડા અને ભારત વચ્ચેની સ્થિતિ વણસી ગઈ છે. 0બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ બાદ આજે ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડા સરકાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

Caneda

ભારત સરકારે કેનેડાને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન જાહેર કર્યું છે. જણાવી દઈએ કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતનું નામ લીધા બાદ સતત તણાવ વધી રહ્યો છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે, અમે કેનેડાને સ્પષ્ટ કહ્યું છે કે બંને દેશોમાં રાજદ્વારીઓની સંખ્યા સમાન હોવી જોઈએ. વિયેના કન્વેન્શન હેઠળ આ જરૂરી છે. વિદેશ મંત્રાલયે કેનેડાને ભારતીય બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓના હસ્તક્ષેપને ટાંકીને ભારતમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવા કહ્યું છે.

વિદેશ મંત્રાલયે આગળ જણાવ્યું કે, હાઈ કમિશન અને કોન્સ્યુલેટ્સના અધિકારીઓ દ્વારા સામે આવી રહેલા સુરક્ષા જોખમોએ તેમની કામગીરીમાં વિક્ષેપ પાડ્યો છે, જેના પરિણામે વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી છે. અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ અસ્થાયી રૂપે વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરવામાં અસમર્થ છે. અમે નિયમિત પરિસ્થિતિની સમીક્ષા કરીશું.

વિદેશ મંત્રાલયે માંગ કરી છે કે, કેનેડાને નફરત, ભારત વિરોધી પ્રવૃત્તિઓ, તસ્કરી વગેરે પર પગલાં લેવાની માંગ કરી છે. માત્ર રાજદ્વારી જ નહીં હાઈકમિશનર વગેરેને પણ ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી છે. આ અંગે પગલાં લેવા જોઈએ.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, લગભગ 20 લોકો એવા છે જેમના વિશે અમે કેનેડાને પુરાવા આપ્યા છે અને તેમને ભારતને સોંપવા કહ્યું છે. આ સંખ્યા 25 પણ હોઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X