ગુજરાત રમખાણ માટે મોદી જવાબદાર નથીઃ રાજનાથ

તેમણે કહ્યું, ' ભાજપ એક અત્યંત ધર્મનિરપેક્ષ પાર્ટી છે જ્યાં કોઇ સાંપ્રદાયિક વ્યક્તિ રહી શકતો નથી.' ભાજપ અધ્યક્ષે ઇન્દિરા ગાંધી હત્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી રાજીવ ગાંધીએ તેની ટીપ્પણી યાદ અપાવી, જેના કારણે 1984માં દંગો ભડકી ઉઠ્યો હતો.
રાજનાથે કહ્યું, 'હિન્દુ-શીખ દંગા બાદ એક મોટા નેતા જે આ દૂનિયામાં નથી અને હું તેમનું નામ પણ લેવા માગતો નથી. તેમણે કહ્યું હતું કે, જ્યારે મોટા ઝાડ પડે છે તો જમીન હલે છે.' ગોધરા રમખાણો બાદ મોદીએ આ ટીપ્પણી અંગે પૂછવામાં આવતા કે દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે, ભાજપ અધ્યક્ષે કહ્યું કે તે આ કથનની પૃષ્ટિ નથી કરતા.
તેમણે કહ્યું, ' હું નથી માનતો કે નરેન્દ્ર મોદીએ આવું કર્યું હતું. આ ટીપ્પણીનું તેમણે ખંડન કર્યું હતું.' રાજનાથે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અંગે પાર્ટી યોગ્ય સમય પર સંસદીય બોર્ડમાં વિચાર કર્યા બાદ ફેસલો કરશે.












Click it and Unblock the Notifications
